ગુજરાત ઉપર મોટો ખતરો : આગામી વર્ષોમાં દરિયો ગુજરાતના આ વિસ્તારોને ગળી જશે, લોકોમાં ચિંતાનો માહોલ

મિત્રો વલસાડ જિલ્લાનો નારગોલ દરિયો દસ વર્ષમાં 30 ફૂટ સુધી વસ્તી તરફ આગળ વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ગામના દરિયા કિનારે વર્ષોથી ધોવાણ થઈ રહ્યું છે તેને અટકાવવા માટે જરૂરી સુરક્ષા દિવાલની માંગણી ગામના સરપંચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી છે.

હાલમાં જે દિવાલ છે તે અપૂરતી હોવાથી હજુ બે કિલોમીટર ની જરૂરિયાત હોવાથી ગામના સરપંચે મુખ્યમંત્રીને લેખિત અરજી કરી છે.

છેલ્લા દસ વર્ષમાં દરિયો આગળ વધતા અત્યાર સુધીમાં અનેક જાહેર મિલકતો જેવી કે સ્મશાન ભૂમિના મકાનો, વન વિભાગના હજારો વૃક્ષોને નુકસાન થઈ ચૂક્યું છે.

આ ઉપરાંત નાસા દ્વારા ભારતના કેટલાક શહેરોમાં દરિયાનું સ્તર વધવાની આગાહી કરવામાં આવી છે.

ઇસવીસન 2100 સુધીમાં 4 દરિયા કિનારાના શહેરો ત્રણ ત્રણ ફૂટ પાણી ડૂબી જશે એવું જણાવ્યું છે.

સતત વધતી જતી ગરમીને કારણે ધ્રુવ પ્રદેશ પર જમા થયેલો બરફ પીગળી રહ્યો છે જેને કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર, કંડલા ઓખા સહિત ચેન્નઈ, કોચી જેવા શહેરો કે જે દરિયા કિનારાના વિસ્તારો પર છે તેના ઉપર ખતરો મંડરાઇ રહ્યો છે.

દરિયા કિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં સુરક્ષિત સ્થળે જવું પડશે કારણ કે કોઈપણ દરિયાકિનારાના વિસ્તારમાં ત્રણ ફૂટ પાણી વધવા નો અર્થ થાય છે કે ઘણા વિસ્તારોમાં તારાજી સર્જાવાની છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.