કોરોના હાહાકાર : એકમ કસોટી રદ્દ, પેટ્રોલ થયું આઠ રૂપિયા સસ્તુ

કોરોના હાહાકાર :

મિત્રો ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

જેમાં રાત્રી કર્ફ્યુ રાત્રે 10 થી લઈને સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.

આ ઉપરાંત ધોરણ 1 થી 9 ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઘણા બધા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

એકમ કસોટી સ્થગિત :

આ ઉપરાંત ગુજરાતની તમામ સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત કરવામાં આવી છે.

બાળકોનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી 7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી એકમ કસોટી રદ કરવામાં આવી છે.

આ પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલ સસ્તું:

આપણે જાણીએ છીએ કે દિવાળી પહેલા સરકાર દ્વારા પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 10 રૂપિયા પ્રતિલીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી હતી.

ત્યારબાદ અંદાજિત બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે પરંતુ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં નથી આવતો.

ઓઈલ કંપનીઓએ નફાખોરી કરીને ઇંધણના ભાવમાં કોઇ ઘટાડો કર્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તે મુજબ ભારતમાં કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરતી નથી.

જો તેમ કરવામાં આવે તો પેટ્રોલ 8 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.