બ્રેકીંગ : આજના મુખ્ય તાજા સમાચાર | Gujarati Breaking News | ખેડૂત અને શિક્ષણ વિભાગ સમાચાર

ફરી વખત લોકડાઉન:

ફરી એક વખત કોરોના વાયરસે માથું ઉચક્યું છે અને સમગ્ર વિશ્વમાં તેનો કહેર જોવા મળી રહ્યો છે.

એમીક્રોનના વેરિયન્ટ વિશ્વના 25  દેશોમાં ફેલાઈ ચૂક્યા છે. આ વાઇરસને કારણે સૌથી ખરાબ સ્થિતિ સાઉથ આફ્રિકાની છે જેને લઇને સાઉથ આફ્રિકામાં લેવલ-1 ના સ્તનું Lockdown લગાવી દેવામાં આવ્યું છે.

સ્કૂલ થશે બંધ:

મિત્રો આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં પ્રદૂષણ ભયંકર પ્રમાણમાં વધી રહ્યું છે જેને લઈને સુપ્રીમ કોર્ટ ખૂબ જ નારાજ છે.

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ સરકારને ખખડાવી નાખી છે. દિલ્હીમાં શુક્રવારથી દરેક સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મોટા ઓફિસરો માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા લાગુ કરી શકે છે તો બાળકોને જબદસ્તી સ્કૂલો કેમ મોકલવામાં આવે છે?

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે પ્રદૂષણથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવા જઈ રહી છે જેના કારણે સ્કૂલ ક્યારથી ખુલશે તે મુદ્દે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.

પેટ્રોલ થયું ફરી સસ્તુ:

દિલ્હી સરકારે પેટ્રોલ પર લાગતા વેટમાં 8 રૂપિયાનો ઘટાડો કર્યો છે જેને લઇને પેટ્રોલ દિલ્હીમાં 8 રૂપિયા સસ્તું થયું છે અને દિલ્હીના લોકોને મોટી રાહત મળી છે.

કેજરીવાલે કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લીધો છે જેમાં હવે દિલ્હીની અંદર પેટ્રોલની કિંમત 103 રૂપિયાથી ઘટીને 95 રૂપિયા થવા જઈ રહી છે.

નોનવેજ વેચવા પર પ્રતિબંધ:

મિત્રો કોરોનાનો નવો વેરિએન્ટ હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે.

અત્યારે ભારતના મધ્યપ્રદેશના આગરા માલવામાં બર્ડ ફ્લુની એન્ટ્રી પણ થઈ ગઈ છે જેને કારણે આગ્રા શહેરમાં આવનારા 7 દિવસ સુધી માંસ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ ઉપરાંત મૃત કાગડાઓ મળવાનો સિલસિલો પણ યથાવત છે. મંગળવારે 10 મૃત કાગડા, રવિવારે 33 અને સોમવારે 5 મૃત કાગડા મળી આવ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.