Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, Gujarat Samachar, Khedut Samachar

5G અને 6G થશે લોન્ચ:

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં હજુ 5G નું ટ્રાયલ ચાલી રહ્યું છે અને લોકોને તેનો લાભ ક્યારે મળશે તેની કોઈ તારીખ હજી સુધીમાં નક્કી કરવામાં નથી આવી.

પરંતુ ભારતે 6G તૈયારી શરૂ કરી દીધી છે. રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં વર્ષ 2023 ના અંત સુધીમાં 6 G નેટવર્ક કાર્યરત થઈ જશે.

કોરોનાનો કહેર:

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ સહિત 13 રા જ્યોને પત્ર લખ્યો છે.

આ પત્રમાં છેલ્લા થોડા દિવસથી વધતા જતા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે જો કેસ વધતા રહેશે તો કેન્દ્રને પ્રતિબંધ જેવા કડક નિયમો બનાવવા પડશે.

ડોક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે કોરોનાની રસી ને કારણે સંક્રમણની સ્પીડ અટકી છે અને હોસ્પિટલો પરનું ભારણ પણ ઓછું થયું છે.

જેથી કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીંવત છે, આ ઉપરાંત તેમણે કહ્યું કે સમય જતા આ મહામારી બીમારીમાં ફેરવાઈ જશે.

મળશે મફત અનાજ:

મોદી સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પાંચ કિલો મફત રાશનની સહાયની યોજના દિવાળી સુધી લાગુ હતી જેને હવે આગામી માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 600 લાખ મેટ્રીક ટન અનાજ વહેંચવાનો લક્ષ્ય છે જેમાંથી 548 મેટ્રિક ટન જથ્થો રાજ્યોને વેચી દેવામાં આવ્યો છે.

મોંઘવારીનો ત્રાસ :

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના બાદ મોંઘવારી લોકોનો પીછો છોડતી જ નથી.

પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, ટ્રાન્સપોર્ટેશન સહિતની અનેક જગ્યાએ આમ આદમીને મોંઘવારી નડી રહી છે.

આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેના કારણે શાકભાજીના ભાવ સદી ફટકારી ગયા છે જેને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.

હાલમાં માર્કેટમાં ટામેટા 100 રૂપિયાને પાર, વટાણા 130 રૂપિયા, ચોળી 110 રૂપિયા, ડુંગળી 70 રૂપિયા, વાલોળ 130 રૂપિયા, કોથમીર 100 રૂપિયા. આ સીવાય તમામ શાકભાજીના ભાવ 100 રૂપિયાની આસપાસ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.