Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, Gujarat Samachar, Khedut Samachar

ફરી કોરોનાનો કહેર:

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ જણાવે છે કે છેલ્લા થોડા દિવસોથી ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે.

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યને પત્ર લખ્યો છે.

તેમણે કહ્યું કે શ્વાસના ગંભીર લક્ષણો ધરાવતા લોકો પર નજર રાખવી જોઈએ અને સાપ્તાહિક રિપોર્ટમાં વધારો કરવાની પણ સૂચના આપી છે.

જો કેસ વધશે તો કેન્દ્રને પ્રતિબંધ જેવા કડક નિયમો બનાવવા પડશે.

લગ્નમાં છૂટછાટ:

ગુજરાતમાં શાળાઓ શરૂ થયા બાદ સરકાર દ્વારા આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ હટાવવા અને લગ્ન સહિતના પ્રસંગોમાં ૭૦૦ થી વધુ લોકોને છૂટ આપવા સરકાર વિચારણા કરી રહી છે.

કોરોના અંગે સરકારે મુકાયેલા નિયંત્રણો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં હળવા થશે અને આ અંગે આગામી પાંચ છ દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

આંદોલનની ધમકી:

સાધુ-સંતોની એવી માગણી છે કે મંદિર કે મઠ પર સરકારનું કોઇ નિયંત્રણ ન હોવું જોઈએ અને જો ખેડૂતો સરકારને ઝુકાવી શકતા હોય તો સાધુ સંતો કેમ નહીં?

અમે પણ ખેડૂતોની જેમ જરૂર પડશે તો દિલ્હીમાં ધરણા પર બેસી જઈશું અને અમારી માંગ સરકાર સુધી પહોંચાડીશું.

નશીલા પદાર્થોને મંજૂરી?

કેન્દ્રનો સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાર્કોટિક્સ ડ્રગ્સ બિલ 2021 રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગાંજો, ભાંગ સહિત નશીલા પદાર્થો મળવા ગુનો માનવામાં નહીં આવે.

બેઠકમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઉપરાંત અનેક મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.

1985 ના કાયદાની કલમ 15, 17, 18, 20, 21, 22 માં સંશોધન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ:

દિવાળી પછી કોરોના સંક્રમણ હળવુ થતા ફરીથી શાળાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ શાળાઓ ખુલતા જ થયો છે કોરોનાનો બ્લાસ્ટ.

ભારતના 3 રાજ્યોમાં 100 કરતાં વધારે બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

જયપુરમાં 11, તેલંગાણામાં 24 અને ઓરિસ્સામાં 70 કેસ સામે આવ્યા છે.

સ્કૂલના વાહનો માટે નવા નિયમો:

સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાહનોના મિનિમમ ભાડામાં સો થી 150 રૂપિયાનો વધારો કરાયો છે.

આજથી ત્રણ વર્ષ પહેલા 2018માં ભાડુ વધારવામાં આવ્યું હતું.

રિક્ષામાં દર કિલોમીટરે 100 રૂપિયા ભાડુ વધશે અને સ્કૂલવેનમાં દર કિલોમીટરે 200 રૂપિયા ભાડુ વધશે.

સ્કૂલ વાહનોના ભાડામાં 15 થી 50 ટકા સુધીનો વધારો કરાયો છે આ ઉપરાંત બાળકોને લાવવા લઈ જવા માટે કોરોનાની SOP નું પાલન કરવા સાથે મંજૂરી પણ આપી દીધી છે.

માવઠાની આગાહી:

ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉત્પન્ન થશે જેને કારણે ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં પશ્ચિમી વિક્ષેપ આવતા નથી તેથી ઠંડી પણ નથી પરંતુ ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે.

ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહીને કારણે ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.