Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

માસ્ક અને રસી લેવામાંથી મુક્તિ :

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે જેને લઇને ચિંતા વધી રહી છે.

આ નવી લહેરને કારણે ફરી એકવાર આખા વિશ્વની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

સમગ્ર વિશ્વમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વગેરે ઘણા બધા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે પરંતુ અમુક દેશો માતો અવળી ગંગા વહી રહી છે.

મિત્રો યુરોપના ઘણા દેશોમાં કોરોનાવાયરસને એક સામાન્ય ફ્લુ માનવામાં આવે છે અને લોકોને કોરોના વાયરસની સાથે જીવવા માટે અપીલ કરી દીધી છે.

આ દેશના સરકારે એમ કીધું છે કે માસ્ક પહેરવું હોય તો પહેરવાનું અને રસી નહીં લો તો પણ ચાલશે.

અહીંની સરકાર માની રહી છે કે કોરોનાવાયરસની આ મહામારી હવે અંત તરફ આગળ વધી રહી છે.

આ ઉપરાંત ત્યાંના એક્સપર્ટ એવું માની રહ્યા છે કે આ નવા વેરિએન્ટના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી.

મૃત્યુઆંક પણ સાવ ઘટી ગયો છે જેને કારણે ત્યાંના પ્રધાનમંત્રી પ્રેડોએએ દેશમાંથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી દીધા છે અને લોકોને સામાન્ય જીવન જીવવા માટે અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આયર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ વગેરે જેવા દેશોમાં પણ લોકોને માસ્ક અને રસીમાંથી છૂટ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી આપશે રાજીનામું :

Lockdown દરમિયાન વડાપ્રધાનની ઓફિસમાં ડ્રિંક પાર્ટી વિશેના ઘટફોસ્ટના કારણે 57 વર્ષીય બોરિસ જોન્સન પર વિરોધ પક્ષ દ્વારા અને તેમની પોતાની જ પાર્ટી દ્વારા રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે.

બ્રિટન મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બોરિસ જોન્સન ટૂંક સમયમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપશે અને ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક તેમનું સ્થાન લઈ શકે છે.

ગુજરાતમાં કોરોના અપડેટ :

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે.

આજે કોરોનાના 10019 કેસ ગુજરાતમાં નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. 4831 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે બે દર્દીના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 55801 પર પહોંચી ગઈ છે અને કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને બાકીના તમામ સ્ટેબલ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.