Breaking : અત્યારના તાજા સમાચાર | વાવાઝોડું, LPG, પેટ્રોલ, શાળા-કોલેજ શિક્ષણ વિભાગ, Gujarat Samachar

લગ્ન પ્રસંગ અને રાત્રી કર્ફ્યુ માટે મોટી જાહેરાત:

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે જેને કારણે સરકારે નિયંત્રણો હળવા કર્યા છે.

હવે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ માટે 400 લોકોને છૂટ આપી છે પરંતુ લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવી ફરજીયાત રહેશે.

આ ઉપરાંત 8 મહાનગરપાલિકાની અંદર રાત્રી કરફ્યુમાં રાહત આપવામાં આવી છે.

હવે રાત્રે રાત્રે એક વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી રહેશે.

આ ઉપરાંત બાર વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી શકાશે જેનો અમલ 1 ડિસેમ્બરથી થઈ જશે.

ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘો:

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સરકાર દ્વારા ડિસેમ્બર મહિનામાં સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરની કિંમત માં થયો છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2100 રૂપિયાથી ઉપર પહોંચી ગઇ છે જ્યારે મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 2051 રૂપિયા છે.

પેટ્રોલમાં ૮ રૂપિયાનો ઘટાડો:

દિલ્હી સરકાર દ્વારા લોકોને રાહત આપવા માટે પેટ્રોલમાં 8 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે.

દિલ્હી સરકારે પેટ્રોલ પર લાગતા વેટમાં 8 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને વિપક્ષ સતત કેજરીવાલ સરકાર પર પ્રહારો કરી રહી હતી ત્યારે કેજરીવાલ સરકારે કેબિનેટની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયાથી ઘટીને 95 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે.

જવાદ વાવાઝોડું:

બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

4 ડિસેમ્બર સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારે આ ચક્રવાત પહોંચવાની શક્યતા છે આને કારણે જે વાવાઝોડું ઉત્પન્ન થશે તેને જવાદ નામ આપવામાં આવશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જવાદ શનિવાર સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારે અથડાશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.