ગ્રીષ્મા વેકરીયા કેસ : આ તારીખે આરોપી ફેનીલને મળશે ફાંસીની સજા : કોર્ટનો ચુકાદો

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ બનેલી અને બધા લોકોને હચમચાવી દે તેવી ઘટના જેમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.

આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને હાલમાં કોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો છે.

આરોપી સામેની તમામ દલીલો કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે. સરકારી પક્ષ અને બચાવપક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે જેથી હવે આ કેસનો ચુકાદો કોર્ટ આગામી 16મી એપ્રિલના રોજ સંભળાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું છે કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.

જેથી હવે ટૂંક સમયમાં જ કોર્ટે આરોપી ફેનીલને કડકમાં કડક સજા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.

કોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી બચાવપક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવતી હતી અને બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે ફેનીલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી છે.

આરોપી ફેનીલ તરફથી વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલીયાએ કોર્ટમાં અંતિમ એન્કાઉન્ટર દલીલો કરી હતી.

કોર્ટમાં અંતિમ દલીલો કરતા વકીલે જણાવ્યું કે ફેનીલને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસ દ્વારા માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી.

આ કેસને લઈને સાક્ષીઓ પણ આરોપીની તરફેણમાં જુબાની આપવા માટે તૈયાર નથી.

આ ઉપરાંત તેમણે વધુમાં દલીલ કરતાં જણાવ્યું કે સરકારી પક્ષના વકીલો શું સંતાડવા માંગે છે? શા માટે આ છ દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂરી કરી દેવામાં આવી? અને જ્યારે ફેનીલ સોસાયટીમાં પહોંચ્યો ત્યારે ફેનીલ ઉપર પથ્થર વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.

જેથી ફેનીલે ગ્રીષ્માને ઢાલ બનાવીને પકડી લીધી હતી અને આ બધું ઉશ્કેરણીમાં થયું છે. હવે આગામી દિવસોમાં જ ખબર પડશે કે કોર્ટે આરોપી ફેનીલને શું સજા સંભળાવે છે.

લગભગ કોર્ટ દ્વારા 16મી એપ્રિલના રોજ આરોપી ફેનીલને સજા સંભળાવશે. ગુજરાતના બધા લોકોની માંગ છે ફેનીલને કડકમાં કડક સજા આપવામાં આવે અને તેને ગ્રીષ્મા ના પરિવારની સામે ફાંસીએ લટકાવી દેવામાં આવે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે આરોપીને શું સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.