ગ્રીષ્મા હત્યાકેસમાં થયો મોટો ધડાકો : આરોપી ફેનીલના વકીલે કરી કોર્ટમાં ધારદાર દલીલો કહ્યું કે દીકરીની લાશને છ વાગ્યા સુધી…

મિત્રો સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ જે ઘટના બની હતી તે ખૂબ જ અમાનવીય ઘટના હતી જેમાં અત્યારે આ સમગ્ર ઘટના વિશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

કોર્ટમાં ફૂલ જેવી માસૂમ દીકરીની હત્યાને લઈને ઘટનાસ્થળના તમામ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે.

કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલા થોડા દિવસો પહેલા ખૂબ જ ધારદાર દલીલો કરી હતી તેવામાં બચાવ પક્ષના વકીલ દ્વારા પણ ખૂબ જ ધારદાર દલીલો કરવામાં આવી હતી.

ગયા મંગળવારના દિવસે પણ કોટની અંદર ટ્રાયલ ચાલી રહી હતી એમાં સુરતની અંદર પાસોદરા વિસ્તારમાં જાહેરમાં કરવામાં આવેલી ગ્રીષ્મા હત્યાકેસના ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા મંગળવારના દિવસે દલીલો કરતાં જણાવવામાં આવ્યું હતું કે ખરેખર પોસ્ટમોર્ટમ કરાયું છે? તે વાતને લઈને શંકા ઊભી થાય છે.

રેકોર્ડ ઉપર નજર નાખીએ તો છ વાગ્યાની આસપાસ પોસ્ટમોર્ટમ રૂમની અંદર બોડી પહોંચી હોય એવું બતાવવામાં આવી રહ્યું છે.

વકીલે ધારદાર દલીલો કરતાં જણાવ્યું કે જ્યારે 108 એમ્બ્યુલન્સવાળો પોતાની જુબાનીમા જણાવે છે કે સાંજે 6:45 સુધીની આસપાસ બોડી પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ સુધી પહોંચી ગઈ હતી.

એવામાં તેનું પોસ્ટમોર્ટમ થયું છે તે કોણ હતું? આ પ્રકારની દલીલો બચાવપક્ષ દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં તેમણે દલીલ કરતાં જણાવ્યું કે સરકાર પક્ષ હજુ શું કરવા માંગે છે?

તેમણે જણાવ્યું કે શા માટે જ દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂરી કરી દેવામાં આવી? આ ઉપરાંત ફેનીલ જ્યારે દીકરીની સોસાયટીમાં પહોંચ્યો હતો ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ઢાલ બનાવીને ગ્રીષ્માને પકડી લીધી હતી અને વકીલે જણાવ્યું કે જે પણ થયું તે ઉશ્કેરણીમાં થયું હતું.

ખાસ વાત તો એ છે કે વકીલે આગળ દલીલ કરતાં જણાવ્યું કે prosecution ના વિટનેસ જૂઠું બોલે છે તેમજ ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે મિત્રતાનો સંબંધ હતો તે અંગે કાકા એમ પણ કહે છે કે તેમને જાણ હતી નહીં.

જ્યારે બીજા સાક્ષીઓ અને વિટનેસ કહે છે કે આ બધા મળીને ફેનીલના ઘરે સમજાવવા માટે ગયા હતા કે તેનો પીછો કરવાનું બંધ કરે, કાકા દરેક વસ્તુ જાણતા હતા.

મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.