ફેનીલને મળી ફાંસીની સજા, જાણો ગ્રીષ્માના પિતાએ શું કહ્યું

મિત્રો આપણે જાણીએ છીએ કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્માવેકરીયા નામની યુવતીની જાહેરમાં ગળું કાપી ફેનીલ નામના યુવકે હત્યા કરી નાખી હતી ત્યારબાદ હત્યારાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર દલીલો ચાલુ હતી.

સુરતના આ આરોપી ફેનીલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો અને ગ્રીષ્માના પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.

ફેનીલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

મિત્રો ગ્રીષ્મા હત્યાકાંડમાં 70 દિવસ બાદ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે દોષિત ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે..

નામદાર જજ વિમલ કે વ્યાસે ફેનીલને આ સજા સંભળાવી છે. કોર્ટે ફેનીલને ફાંસીની સજા સંભળાવતાની સાથે જ તેના પરિવારજનો રડી પડ્યા હતા કેમ કે આખરે તેમની દીકરીને ન્યાય મળ્યો હતો.

ગ્રીષ્માના પિતાએ ચુકાદો આવ્યા બાદ કહ્યું કે “હું આ ચુકાદાથી ખૂબ જ ખુશ છું, મારી દીકરીને ન્યાય મળ્યો છે” મને પોલીસ અને સરકારે બહુ જ સહકાર આપ્યો છે, તેનાથી અમને સંતોષ છે”

જ્યારે આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર જરા પણ અફસોસ ન હતો.

જજે શ્લોક બોલીને સુનાવણીની શરૂઆત કરી હતી, મનુસ્મૃતિના શ્લોકની શરૂઆત કરીને જજે કહ્યું કે દંડ આપવો સરળ નથી પરંતુ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે.

28 વર્ષમાં આવો પહેલો કેસ છે અને સાથે જ જજે નિર્ભયા કેસ અને કસાબ કેસનો પણ ઉલ્લેખ કરીને કેટલી નિર્દયી રીતે હત્યા કરાઇ હતી તે વાત કરી હતી.

આ ઉપરાંત કોર્ટે હત્યા સમયના વિડિયોને અત્યંત મહત્ત્વનો પુરાવો ગણાવ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.