આખરે ગ્રીષ્માને મળ્યો ન્યાય, એક તરફી પ્રેમી ફેનીલને મળી મોતની સજા

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરત જિલ્લાના પાસોદરા ગામમાં 12 ફેબ્રુઆરીએ ફેનીલ નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની એના ઘર પાસે જ જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.

મિત્રો આ ચકચારી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સૂરત, સમગ્ર રાજ્ય અને દેશના લોકો હચમચી ગયા. આ કેસને લઇને રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસનો દોર હાથ ધર્યો હતો જ્યારે કામરેજ પોલીસે આરોપી ફેનીલ ગોયાણીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા ફટકારી છે.

જજ કોર્ટમાં આવ્યા બાદ શ્લોક બોલીને સુનાવણી શરૂ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ હત્યા પૂર્વ નિર્ધારિત અને કાવતરું હતું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ગ્રીષ્મા ની:સહાય અને ભયભીત હતી. આરોપી ફેનીલ ગ્રીષ્માના કાકા અને ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો.

ત્યારબાદ ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી હતી. મૃતક ગ્રીષ્મા નિશસ્ત્ર હતી અને આરોપીને હાથ નીચે દબાયેલી સ્ત્રીનું રુદન ન દેખાયું અને ન તો તેના ઉપર દયા આવી.

કોર્ટે એવું પણ કહ્યું કે લાઈવ હત્યાના દ્રશ્યો કદાચ લોકોએ પ્રથમ વખત જોયા હશે. આરોપીના મોઢા ઉપર આ જધન્ય કૃત્યનો કોઈ પ્રકારનો અફસોસ જોવા મળતો ન હતો.

કોટે સુનાવણી દરમિયાન આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે આ કેસમાં દાર્શનિક પુરાવા છે અને ફેનીલે પ્રોફેશનલ ગુનેગાર જેમ જ ગુનો કર્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.