ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનીલને આ દિવસે મળશે સજા : કોર્ટનો ચુકાદો જાહેર

સુરત જિલ્લાના પાસોદરામાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ આરોપી ફેનીલ ગોયાણીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

સરકાર દ્વારા અત્યાર સુધીમાં મોટા ભાગના સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને હવે આ કેસ અંગે વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપવાનું કહ્યું છે જેને કારણે હવે હત્યારા ફેનીલનું આગળનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયા સુધીમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ચુકાદો આવી જવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

ફેનીલ ગોયાણી સામે ન્યાયિક કાર્યવાહી દરમિયાન બે એફ.એસ.એલ. અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી.

જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્મા ની હત્યાના ઓડિયોમાં ફેનીલ અને તેના મિત્ર આકાશનો અવાજ હતો અને હત્યાનો વીડિયો ઓરીજનલ હતો તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી.

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સાક્ષીઓની તપાસ કરી હતી અને બચાવ પક્ષે બંને સાક્ષીઓની ઉલટતપાસ કરી હતી.

સરકાર દ્વારા 190 માંથી 105 મુખ્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને બાકીના 85 સાક્ષીઓને ડ્રોપ આપીને ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી.

આજે આરોપી ફેનીલ ગોયાણીનું આગળનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને આ કેસનો ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો 30 માર્ચથી ચાલશે અને જેના સમર્થનમાં સરકાર અને બચાવ પક્ષની દલીલો અને ઉચ્ચતમ અદાલતોના પ્રસ્થાપિત નિર્ણયના તારણો રજૂ કરશે.

આજે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 313 હેઠળ ફેનીલ ગોયાણીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે એટલે કે આજે બંને પક્ષોની અંતિમ દલીલો શરૂ થશે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે આરોપી ફેનીલને ક્યા પ્રકારની સજા થવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.