ગ્રીષ્માના હત્યારા ફેનીલને ફાંસીની સજા આપવામાં આવશે કે નહીં? જાણો શું આપવામાં આવ્યો ચુકાદો!

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ ઘટી રહી છે.

થોડા દિવસ પહેલા ગુજરાતના સુરત વિસ્તાર પાસોદરા ગામમાં બનેલી એક ઘટના જેમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની એક ફેનીલ નામના યુવકે હત્યા કરી હતી ત્યાર બાદ આરોપીની ધરપકડ કરીને હાલમાં તેને જેલમાં કેદ કરવામાં આવ્યો છે અને તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ કેસ સાથે જોડાયેલા દરેક સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને ત્યારબાદ મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસ દ્વારા આરોપી ફેનીલના સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને આગામી સુનાવણી 30 માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવશે.

બચાવ પક્ષની દરેક વાત સાંભળવામાં આવશે તેમ જ એની સામે કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે જેમાં તેણે પોતાની બહેનને મેસેજ કરીને કહ્યું હતું કે મેં પેલીને મારી નાખી છે.

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ વિડીયો તદ્દન સાચો છે પરંતુ બચાવ પક્ષના લોકોએ આ વિરુદ્ધ ઉલટ તપાસ હાથ ધરી છે અને તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે.

મિત્રો આ કેસમાં ઘણા બધા લોકો સાક્ષીમાં હતા જેમાં 190 કરતાં પણ વધારે લોકોએ પોતાનું સ્ટેટમેન્ટ આપવા માટે અરજી કરી હતી પરંતુ તેમાંથી આશરે 85 જેટલા સાક્ષીઓના સ્ટેટમેન્ટ ઓફ કરવામાં આવ્યા છે એટલે કે તેમની અરજી સ્વીકારવામાં નથી આવી.

હવે આગામી 29 માર્ચના દિવસે ફેનીલનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે ત્યારબાદ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

પરિવારજનો આરોપી ફેનીલને જલ્દીથી સજા મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

30 માર્ચના દિવસે અંતિમ તબક્કો છે ત્યારે આ કેસનો ચુકાદો આવી જશે.

જો બચાવ પક્ષના લોકો ઈચ્છે તો આ કેસને કોર્ટ સુધી લઈ જવા માટે અરજી પણ કરી શકે છે પરંતુ દેશભરના લોકો ફેનીલને સજા મળે તેની રાહ જોઈ રહ્યા છે કેમ કે બીજા લોકો આવું કરતા પહેલા સો વાર વિચાર કરે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.