ગ્રીષ્મા વેકરીયા કેસનો ચુકાદો : વેબ સીરીઝ જોતો એટલે લટકાવી દેશો?

મિત્રો સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટ દ્વારા હત્યારા ફેનીલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

હત્યા કેસમાં કુદરત યોગ્ય ન્યાય ઇચ્છતી હોય તેમ અનાયાસે ઉતરેલો વિડિયો આજે ન્યાયની દિશામાં મહત્વનો પુરાવો બની ગયો છે.

મિત્રો આ વીડિયોને કોર્ટે 35 વખત જોયો છે અને આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સાચા પુરવાર થયા છે જેથી આ પુરાવાને આધારે કોર્ટે ફેનીલને દોષિત જાહેર કર્યો હતો.

ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં દોષિત ફેનીલ ગોયાણીને હવે કોર્ટ 26 એપ્રિલે સજા સંભળાવશે.

આજે કોર્ટમાં આરોપીને સજા મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં સરકાર પક્ષ અને બચાવ પક્ષની દલીલો કોટે સાંભળી હતી.

ફરિયાદી પક્ષ તરફથી દોષિત ફેનીલને ફાંસીની સજા સંભળાવવામાં આવે તેવિ માંગ કરવામાં આવી હતી જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસની તપાસમાં માત્ર સાત દિવસમાં જ પોલીસ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી.

સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે વેબ સીરીઝ જોઈને હત્યા કરવામાં આવી છે તો બચાવપક્ષના વકીલે દલીલ કરતાં જણાવ્યું કે વેબ સીરીઝ જોતો એટલે લટકાવી દેશો??

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી તારીખ 26 એપ્રિલ આપી છે અને આ તારીખે સંભવતઃ ચુકાદો આવી શકે છે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે આરોપી ફેનીલને શું સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.