ગ્રીષ્મા હત્યાકેસના સૌથી મોટા સમાચાર : આરોપી ફેનીલ દોષિત જાહેર, જાણો શું મળશે સજા?

મિત્રો આપણે જાણીએ છીએ કે ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી કોર્ટ દ્વારા રોજે રોજ કરવામાં આવી રહી હતી અને આ કેસની તપાસ કરવા માટે એસઆઇટીની રચના પણ કરવામાં આવી હતી.

આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ અને 190 માંથી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે હત્યારો ફેનીલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હતો અને લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો, આ વાત ગ્રીષ્માને જરાય પસંદ ન હતી.

ગ્રીષ્માએ આ અંગે તેના પરિવારને જાણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગ્રીષ્માના ઘર પાસે જઈને તેનું ગળું કાપી હત્યા કરી હતી.

મિત્રો આ કેસનો ચુકાદો કોર્ટ 16 એપ્રિલના રોજ આપવાની હતી પરંતુ આરોપીને કોર્ટમાં હાજર ન રહેતા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ચૂકાદાની તારીખ 21 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી.

ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે જેમાં હત્યારા ફેનીલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને આવતીકાલે સવારે 11 વાગે કોર્ટ તેને સજા સંભળાવશે.

સુરત સેશન્સ કોર્ટ દ્વારા ગ્રીષ્મા હત્યાકેસમાં ફેનીલને આજે દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોર્ટે ફેનીલને સજા ન આપવા અંગે ખુલાસો પુછ્યો હતો.

કોર્ટે ફેનીલને પૂછ્યું હતું કે તેને આજીવન કેદ કે મૃત્યુ દંડ કેમ ન આપવો જોઈએ? તેના જવાબમાં ફેનીલ કોઈ જવાબ આપ્યો ન હતો.

મિત્રો આરોપી ફેનીલને આકરામાં આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે તમારું શું મંતવ્ય છે ફેનીલને કેવી સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.