ગ્રીષ્માના હત્યારા ફેનીલને કોટે સંભળાવી ફાંસીની સજા, ગ્રીષ્માને મળ્યો અંતે ન્યાય

મિત્રો આપણે જાણીએ છીએ કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્માવેકરીયા નામની યુવતીની જાહેરમાં ગળું કાપી ફેનીલ નામના યુવકે હત્યા કરી નાખી હતી ત્યારબાદ હત્યારાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર દલીલો ચાલુ હતી.

સુરતના આ આરોપી ફેનીલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો અને ગ્રીષ્માના પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.

ફેનીલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ મામલે કોર્ટ દ્વારા આજે આરોપીને સજા ફટકારવામાં આવી છે, દોષિત ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

જ્યારે જજ શ્રી કોર્ટમાં આવ્યા ત્યારબાદ તેમણે સંસ્કૃતના એક શ્લોકનું પઠન કર્યું હતું અને ત્યારબાદ આરોપી ફેમિલીને સજા સંભળાવી હતી.

કોર્ટમાં સરકારી વકીલ, ગ્રીષ્માનો પરિવાર, આરોપી ફેનીલ હાજર હતો. જજ વિમલ કે વ્યાસ જણાવી રહ્યા છે કે આ કેસને “રેરેસ્ટ ઓફ ધ રેર” ગણવામાં આવ્યો છે.

આજે કોર્ટમાં ફેનીલની સજાનો ચુકાદો હોવાથી આખી કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી.

આરોપી ફેનીલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો પરંતુ તેના ચહેરા ઉપર કોઈ જાતનો અફસોસ ન હતો.

સરકારી વકીલ દલીલ કરતાં ગળગળા થઈ ગયા હતા અને ગ્રીષ્મના પરિવારના સભ્યો પણ કોર્ટમાં રડી પડ્યા હતા.

સરકારી વકીલે જણાવ્યું કે જો આરોપી ફેનીલને કડકમાં કડક સજા આપવામાં નહીં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે, ભય વગર પ્રીત ન બંધાય, ભય વગર કાયદાનો ડર નહીં રહે.

તો મિત્રો આવી રીતે ગ્રીષ્માને અંતે ન્યાય મળ્યો છે અને આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

તો મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.