ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીને મળશે આ તારીખે સજા : કોર્ટનો ચુકાદો જાહેર

મિત્રો સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતા શનિવારે આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને તેને સજા સંભળાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ કોર્ટે આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ મુકરર કરી છે.

એટલા માટે હવે 21 તારીખે આરોપીને કોર્ટે સજા સંભળાવી શકે છે. સુરતની કોર્ટે ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનીલને સજા સંભળાવી હતી પરંતુ તેની મુદત પડી છે.

એટલા માટે હવે 21 એપ્રિલના રોજ એને સજા સંભળાવવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બચાવ પક્ષના વકીલ હાજર નહીં રહેતા મુદત પડી હોવાનું જાણવા મળ્યું છે.

મિત્રો ગ્રીષ્માના હત્યારા ફેનીલ સામે 2500 પાનાંની ચાર્જશીટ, 75થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજ પુરાવા તરીકે રજુ કરવામાં આવ્યા હતા.

આ કેસની વિગતો પ્રમાણે તારીખ 12 ફેબ્રુઆરી 2022 ના રોજ લસકાણા પાસોદરા ગામ નજીક એક તરફી પ્રેમમાં પાગલ થઈને પ્રેમિકા ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.

આ ઘટનાને નજરે જોતા સાક્ષીઓ અને એફએસએલના રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઈલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષે રજૂ કર્યા હતા.

ત્યારબાદ બીજા અન્ય બિનજરૂરી સાક્ષીઓના પુરાવા લેવામાં આવ્યા ન હતા અને હવે ચુકાદો આગામી 21 એપ્રિલના રોજ સંભળાવવામાં આવે એવું જાણવા મળી રહ્યું છે.

મિત્રો ગ્રીષ્માના પરિવારજનો અને ગુજરાત અને ભારતની જનતા પણ એવું ઈચ્છે છે કે આરોપીને કડકમાં કડક સજા સંભળાવવામાં આવે અને સજામાં તેને ફાંસી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે આરોપી ફેનીલ અને શું સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.