ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક : શું હવે ફેનીલને સજા થશે કે નહીં?

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આરોપી ફેનીલની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો છે અને હાલમાં સુરતની મુખ્ય ન્યાયાધીશ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે.

સરકાર પક્ષ અને ફેનીલ ગોયાણીના પક્ષ તરફથી રોજ રોજ સામસામે દલીલો કરવામાં આવે છે.

આ સમયગાળા દરમિયાન ફેનીલના પક્ષ તરફથી વકીલે એવા ફોટોગ્રાફ રજૂ કર્યા જે જોતાની સાથે સૌ કોઈ લોકો ચોંકી ગયા હતા.

આ દરમિયાન સરકાર પક્ષના વકીલે જે કહ્યું તે જાણીને તમે પણ કહેશો કે આ વાત સો ટકા સાચી છે.

સરકાર પક્ષના વકીલે કહ્યું કે ગ્રીષ્મા અને ફેનિલના ફોટોગ્રાફ્સ જે તમે રજૂ કર્યા છે એ ફોટોગ્રાફની હજુ સુધીમાં તપાસ થઈ નથી. બધા ફોટોગ્રાફ્સ સાચા છે કે ખોટા તેને હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

દરેક લોકોની માંગ છે આરોપીને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા આપવામાં પરંતુ હાલ કોર્ટમાં બંને પક્ષોની દલીલો ચાલી રહી છે.

આ સમયગાળા દરમિયાન ફેનીલના પક્ષ તરફથી આ પ્રકારના ફોટોગ્રાફ્સ રજૂ કરવા આવ્યા હતા જેથી આ કેસમાં નવો વળાંક આવી ગયો છે.

આ ફોટોગ્રાફનો સરકારી વકીલ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે આરોપી પ્રેમ સંબંધની વાતો કરે છે તેનામાં કોઇ પણ વ્યક્તિના ખાનદાનને સાફ કરી નાખવાની હિંમત હોતી નથી અને પ્રેમ તેમને આ બધી બાબતો શીખવતું નથી.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આ ફોટા જો ફેનીલ પાસે હતા તો અત્યાર સુધી પોલીસને આપવામાં કેમ ન આવ્યા?

આ બાબત પણ ખૂબ જ વિચારવા જેવી છે એટલા માટે તો આ ફોટાને પાછળથી પુરાવા તરીકે ઉભા કરવામાં આવ્યા છે.

હવે આ બધા ફોટાની ચકાસણી કરવામાં આવશે કે આ તસવીરો સાચી છે કે ખોટી. આ ફોટોગ્રાફમાં ફેનીલ અને ગ્રીષ્મા બંને ખુશ ખુશાલ દેખાઈ રહ્યા છે.

ફેનીલના વકીલ તરફથી પાંચ ફોટોગ્રાફ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જેને લઇને આ કેસમાં એક મોટો ચોંકાવનારો વળાંક આવી ગયો છે તો બીજી તરફ સરકારી વકીલે પણ ધારદાર દલીલો કરી છે.

આ કેસની મોટાભાગની દલીલો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે આ પ્રકારનો નવો વળાંક આવતા હજુ થોડા સમય સુધી દલીલો ચાલશે અને ત્યાર બાદ કોર્ટ સુનાવણી કરે તેવું લાગી રહ્યું છે.

એટલા માટે ફેનીલની સજાના દિવસો થોડા દૂર જતા રહ્યા છે અને બીજી તરફ ગ્રીષ્મા વેકરીયાના પરિવારજનો અને અન્ય લોકો આરોપીને કડકમાં કડક અને તાત્કાલિક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.