સુરતના પાસોદરામાં બનેલી ઘટના અંગે આપ નેતા ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા આવી સામે, જુઓ શું કહ્યું હર્ષ સંઘવી વિશે…

મિત્રો રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓ ઉપર છેડતીના બળાત્કારના કે પછી તેના પરના હુમલાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી એકવાર સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એક યુવતીની એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હત્યા કરી નાખી છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નસ કાપી નાખી હતી. હાલમાં કામરેજ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં પ્રેમમાં પાગલ એક યુવકે યુવતીની તેના પરિવારની સામે જ ગળા ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ તે યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નસ કાપી નાખી હતી.

પાસોદરા ગામમાં એક સોસાયટીમાં રહેતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયાનો પીછો એક એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામનો યુવક કરી રહ્યો હતો.

આ યુવક ગ્રીષ્માનો અવારનવાર પીછો કરતો હોવાથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણકારી તેના પરિવારને આપી હતી જેથી ગ્રીષ્માના પરિવારના સભ્યોએ આ યુવકને ઠપકો પણ આપ્યો હતો.

ફેનીલને આ ઠપકો સહન ન થતાં તેણે શનિવારે સાંજના સમયે ફેનીલ એક ચપ્પુ લઇને દુશ્મનના ઘર નજીક પહોંચી ગયો હતો ત્યારબાદ ગ્રીષ્માને સોસાયટીમાં જઈને બંધક બનાવી લીધી હતી અને ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું.

ત્યારબાદ ગ્રીસમાંના ભાઈ અને તેના મોટા પપ્પા દ્વારા તેને બચાવવાની કોશિશ થઈ હતી પરંતુ આ યુવક બધા ઉપર છરી દ્વારા હુમલો કરી રહ્યો હતો અને રોષે ભરાઇને તેને ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગ્રીષ્માને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનીલ એ પણ પોતાના હાથની નસ કાપી નાખી હતી અને ઝેરી દવા પી લીધી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ ત્યાના સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો.

પોલીસે ગ્રીસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ પણ પોતાના હાથની નસ કાપી લીધી હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલની તબિયત ગંભીર છે અને તેની સારવાર થઈ રહી છે.

આ ઉપરાંત આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમણે ક્રિષ્ના પરિવારના સભ્યોની સાથે ટેલિફોનિક વાતચીત અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી.

બીજે દિવસે ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી ક્રિષ્ના પરિવારની મુલાકાત લીધી હતી અને આરોપીને કડકમાં કડક સજા થશે તેવી વાત કરી હતી.

ગોપાલ ઇટાલીયાની પ્રતિક્રિયા:

ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બની ગયા છે.

સીધા સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી.

તેમણે જણાવ્યું કે આ નવી નવાઈના ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા નથી પડતા.

હર્ષ સંઘવી હીરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરી કરવામાં અલમસ્ત, સાથે તેમણે એમ પણ કહ્યું કે રોજ હત્યા, બળાત્કાર, લૂંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપુ આવે છે કારણકે જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવામાં અને ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે નવી નવાઈના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોલીસનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ હોદેદારોને ધમકાવવામાં અને ખોટા કેસો દાખલ કરવામાં વિરોધ પક્ષના લોકોને કોઇપણ પ્રકારનો દબાવ કરી તેને ભાજપમાં જોડાવા તેમજ મીડીયામાં હીરોગીરી કરવામાં વ્યસ્ત છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.