ગ્રીષ્માનો હત્યારો ફેનીલ કોર્ટમાં ઢળી પડ્યો, તાત્કાલિક લઈ જવામાં આવ્યો હોસ્પિટલ

મિત્રો સુરતની અંદર ગ્રીષ્મા હત્યા કેસ મામલે ફેનીલને સતત છેલ્લા સાત દિવસથી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને રોજેરોજ કેસ ચાલી રહ્યો છે ત્યારે હત્યારા ફેનીલને કડક પોલીસ બંદોબસ્ત સાથે આજે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ચાલુ કોર્ટ દરમિયાન જજ સામે અચાનક જ આરોપી ફેનીલ કોર્ટમાં બેહોશ થઈ ગયો હતો જેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

તાત્કાલિક સારવાર થયા બાદ સ્વસ્થ થતા તેને ફરીથી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અચાનક જ કોર્ટમાં ફેનીલ બેભાન થઇ જતાં ભારે ભાગદોડ મચી ગઇ હતી.

આ બનાવના પગલે તાત્કાલિક ધોરણે 108 ને કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

તબીબ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેથી થોડી જ કલાકો માટે ફરીથી સ્વસ્થ થઈ ગયો હતો ત્યાર બાદ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આપણે જાણીએ છીએ કે આરોપી ફેનીલ સામેકોર્ટમાં કેસની કાર્યવાહી ચાલી રહી છે. આજે ફરીથી ફેનીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ચાર દિવસમાં 60 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ગ્રીષ્માની હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

આજરોજ હત્યા નજરે જોનાર ગ્રીષ્માના ભાઈનું નિવેદન લેવામાં આવ્યુ હતું.

અત્યાર સુધીમાં 60 થી વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને આજે વધુ ચાર સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.ગ્રીષ્માના ભાઈએ ગઈકાલે સમગ્ર ઘટના કોર્ટ સમક્ષ વર્ણવી હતી.

હાલમાં કોર્ટમાં હત્યાની ઘટનાને નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે.

સતત સાત દિવસથી સુરત કોર્ટમાં આ હત્યા કેસમાં રોજેરોજ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અચાનક સાતમા દિવસે આરોપી ફેનીલ ચાલુ કોર્ટ દરમિયાન અચાનક જ બેહોશ થયો ત્યારે અનેક સવાલો ઉભા થયા છે.

શું હત્યારો ફેનીલ પોતાનો બચાવ કરવા માટે નાટક કરી રહ્યો છે કે કોઈ કારણસર તબિયત લથડી છે તેવા અનેક સવાલો ઉત્પન્ન થયા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.