ગ્રીષ્મા વેકરીયા કેસ / ફેનીલની સજાના દિવસો હવે નજીક, સુરતની કોર્ટમાં સુનાવણી

સુરતના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની છરી મારીને હત્યા કરી નાખી હતી જે બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાંથી આ આરોપીને કડકમાં કડક સજા મળે તે માટેની માંગ ઉઠી રહી છે.

ગ્રીસમાં હત્યા કેસ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કુલ 9 પંચનામા અને 18 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

કોર્ટમાં ફેનીલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરવામાં આવી રહી હતી ત્યારે વિડીયો ઉતારનારની જુબાની લેવામાં આવી હતી.

આ ઉપરાંત હત્યા કર્યા બાદ ફેનીલ એ તેના મિત્ર આકાશને ફોન કરીને જણાવ્યું હતું જેથી તે આકાશની પણ જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે મોબાઇલ મામલે ફોરેન્સિક એવિડન્સ પણ મેળવ્યા હતા.

આ ઉપરાંત પોલીસને ઘટના મામલે જે ડીવીડી મળી છે તે અંગે પણ જુબાની લેવામાં આવી છે અને ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર તેમજ ઇજાગ્રસ્તોને સારવાર કરનારા ડોક્ટરોની પણ જુબાની લેવામાં આવી હતી અને આ કેસની વધુ સુનાવણી આગળ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સેસન્સ કોર્ટમાં આરોપી ફેનીલના વકીલ દ્વારા ફેનીલનો લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આરોપીના વકીલ એ પોતાનો અસીલ માનસિક અસ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો.

કોર્ટમાં સુનાવણી શરુ થાય તે પહેલાં જ આરોપીના વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે આરોપી ફેનીલ માનસિક અસ્વસ્થ છે જેનો સરકારી વકીલ દ્વારા કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

મુખ્ય સેશન્સ જજે ચેમ્બરમાં આરોપીને સવાલ-જવાબ કર્યા હતા જે બાદ આરોપી અસ્વસ્થ ન હોવાનું કોર્ટનું તારણ સામે આવ્યુ હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.