ગ્રીષ્મા હત્યા પછી પોલીસે લીધું મોટું પગલું, શું હવે દીકરીઓ થઈ જશે સુરક્ષિત?

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં ફેબ્રુઆરી મહિનામાં કામરેજ વિસ્તારના પાસોદરા ગામમાં ગ્રીષ્મા વેકરીયા નામની એક દીકરીની તેમના પરિવારની સામે જ એક નરાધમ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને હાલમાં કોર્ટમાં તેનો કેસ રોજેરોજ ચાલી રહ્યો છે.

લોકો માંગણી કરી રહ્યા છે કે આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ અને એ પણ ગ્રીષ્માના પરિવારની સામે.

હાલમાં આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે અને કોર્ટમાં અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓની જુબાની લેવાય ગઈ છે.

આ ઉપરાંત એક વખત આ નરાધમ દ્વારા જેલમાં રહીને તેની મો બોલી બહેનને ફોન કર્યાની ઘટના પર સામે આવી હતી.

હવે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખૂબ જ મોટી કામગીરી સામે આવી છે.

લોકજાગૃતિ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે એક અનોખું પગલું ભર્યું છે.

પોલીસ દ્વારા સુરત શહેરની અંદર અલગ-અલગ જગ્યાઓની અંદર હેલ્પલાઇન નંબરના બેનર લગાવ્યા છે જેમાં કઈ પરિસ્થિતિની અંદર કયા હેલ્પલાઇનનો ઉપયોગ કરવો તે તમામ બાબતોની જાણકારી આ બેનરના માધ્યમથી આપવામાં આવી છે.

લોકોની અંદર જાગૃતતા લાવવા માટે સુરત પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેમ જ મહિલા પોલીસ સ્ટેશન 181 અભયમ હેલ્પલાઈન ટીમ અને સખી વન સ્ટોપના હેલ્પ લાઈન નંબર દ્વારા આ તમામ પ્રકારના બેનર દર્શાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરની અંદર અલગ અલગ હેલ્પલાઇન દ્વારા કયા કયા પ્રકારની મદદ લોકોને મળશે તે વિશે પણ માહિતી આપવામાં આવી છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં ક્રાઈમના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે પોલીસ એક્શનમાં આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.

અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આ પ્રકારની કોઇ કામગીરી કરવામાં નહોતી આવી પરંતુ હવે આ પ્રકારના પોસ્ટર જ અને બેનરો લગાવી ને સુરત પોલીસ સ્ટેશન મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે પોલીસની આ પ્રકારની કામગીરીથી લોકોમાં જાગૃતતા આવશે? અને બહેનો દીકરીઓ ઉપર થતાં આ પ્રકારના અન્યાય ને રોકી શકાશે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.