ગ્રિષ્મા વેકરીયાના કેસમાં ફેનીલની કરતુતો આવી સામે, થયો મોટો ખુલાસો

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતની દીકરી ગ્રિષ્મા વેકરીયાનું નામ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુંજી ઉઠયું છે.

આખું ગુજરાત ગ્રિષ્મા વેકરીયા અને તેના પરિવારની પડખે ઊભું રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ડીએસપી રવિરાજ જાડેજાને સોંપવામાં આવ્યો છે જેથી તપાસમાં એક પછી એક ભેદ ખુલી રહ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગ્રિષ્મા વેકરીયાનું ગળું કાપીને હત્યા કરનાર ફેનિલે એક નહિ પરંતુ બે ચકું ખરીદ્યા હતા.

જેમાંથી એક ચપ્પુ લારીમાંથી અને બીજું ચપ્પુ ડી માર્ટ માંથી ખરીદયું હતું અને આ બંને ચપ્પુ સાથે બેગમાં લઈને ફરતો હતો.

તેને પ્રથમ વખત ગ્રિષ્માને કોલેજના પહેલા વર્ષે જોઈ હતી ત્યારથી ફેનીલને ગ્રિષ્મા ગમી જતાં તેનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું ત્યારબાદ તેને અભ્યાસ છોડી દઈ વરાછા રોડ ઉપર એક મોહન નગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું પરંતુ તેમનો પીછો કરવાનો મૂક્યું હતું.

ફેનીલ તેનો પીછો કરતો હોવાની વાત ઘરના સભ્યોને બતાવી હતી જેથી ગ્રિષ્માના પરિવારજનોએ ફેનીલના ઘરે જઈને તેને સમજાવ્યો હતો પરંતુ છેલ્લા એક મહિનાથી ફરીથી ફેનીલે પીછો કરવાનું શરૂ કર્યું.

આ ઉપરાંત પોલીસ દ્વારા સુરતના સીસીટીવી ફૂટેજ ઉઘરાવવામાં આવ્યા છે અને સમગ્ર સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેમાં સામે આવ્યું છે કે ફેનીલે લારી અને ડી માર્ટમાંથી ચપ્પુ ખરીદ્યા હતા.

ચપ્પુ ખરીદ્યા બાદ તે અમરોલી કોલેજ પહોંચ્યો હતો પરંતુ કરિશ્માએ ત્યાં તેની માસીને બોલાવી લેતા તે ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ ફેનીલ પીછો કરી ગ્રિષ્માના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં સમગ્ર ખૂની ખેલ ખેલાયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.