ગ્રીષ્માના હત્યારા ફેનીલે એવું તે શું કર્યું કે લોકો તેને કોર્ટમાં ગાળો દેવા લાગ્યા!!

મિત્રો આપણે જાણીએ છીએ કે 12 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં રહેતી 21 વર્ષિય યુવતીની જાહેરમાં ગળા પર ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી.

આ લાઇવ મર્ડરનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેના પગલે ચારે બાજુથી ફેનીલ ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

આ ગુનામાં પોલીસે વિડિયોના રૂપમાં પુરાવા મેળવ્યા હતા જે સ્પષ્ટ દર્શાવતા હતા કે ફેનીલે ગ્રીષ્માની હત્યા કરી છે.

પ્રજા, પોલિસ, court બધા જાણે જ છે કે આ હત્યા ફેનીલે કરી છે તેમ છતાં કાયદો કોઈને એમ જ સજા આપી શકે નહીં.

એક પ્રોસિજર હોય છે જેને અનુસરવી પડે છે અને તેના ભાગરૂપે આજે ફેનીલને પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

જ્યારે કોર્ટે ફેનીલને તેના પર લગાવેલા આરોપ સંભળાવ્યા હતા અને પૂછ્યું કે શું તમને ગુનો કબુલ છે ત્યારે જ એને જવાબ આપ્યો તે જવાબ સાંભળીને કોર્ટમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ફેનીલે કોર્ટને જવાબ આપ્યો એ સાંભળ્યા બાદ ત્યાં ઉપસ્થિત બધા લોકોના મનમાં ફેનીલ પ્રત્યે રોષ વધી ગયો હતો જ્યારે કોર્ટે ફેનીલને પૂછ્યું કે શું તમને ગુનો કબુલ છે?

ત્યારે ફેનીલે એવો જવાબ આપ્યો કે ના મને ગુનો કબૂલ નથી અને તેનો આ જવાબ સાંભળીને જ પોલીસના કાન પણ સરવા થઇ ગયા હતા.

આ ઉપરાંત ફેનીલને કોર્ટ દ્વારા ચાર્જફ્રેમ ઉપર સહી કરવા માટે દસ્તાવેજો આપવામાં આવ્યા ત્યારે ફેનીલે ચાર્જફ્રેમના તમામ કાગળિયા ખૂબ જ સ્વસ્થતાપૂર્વક નિરાંતે વાંચ્યા અને પૂરતો સમય લીધા પછી જ તેમાં સહી કરી હતી.

તેના ચહેરા ઉપર અને બોડી લેંગ્વેજ પરથી ક્યાં એવું દેખાતું નહોતું કે ફેનીલને એક યુવતીની હત્યા કર્યાનો જરા પણ અફસોસ હોય.

મિત્રો ફેનીલ તરફથી વકીલ જમીર શેખ હાજર રહ્યા હતા અને તેણે કોર્ટમાં કેસનો અભ્યાસ કરવા માટે સમય માંગ્યો પરંતુ કોર્ટે મનાઇ કરી દીધી અને કોર્ટે કહ્યું 28 ફેબ્રુઆરી સોમવારથી day-to-day કેસ ચાલશે ત્યાં સુધીમાં અભ્યાસ કરી લો.

આ ઉપરાંત સોમવારે ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર અને તેના કાકાની સારવાર કરનાર તબીબોની જુબાની લેવાશે.

ફેનીલ ઉપર મારા મારી, હત્યા, છેડતી અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ચાર્જફ્રેમ કરાયા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.