ગ્રીષ્મા કેસમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરતા સામે આવ્યા મોટા ખુલાસા, આરોપીએ કર્યું હતું મોટું નાટક

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ વિશે સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચર્ચા ચાલી રહી છે.

સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતી યુવતીની કોલેજમાં સાથે અભ્યાસ કરતા ફેનીલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીને તેના મોટા પપ્પા, ભાઈ અને માતાની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી.

છેલ્લા એક વર્ષથી ગ્રીષ્માની પાછળ પડેલ ફેનીલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે તેના ઘરે જઈને ખૂની ખેલ ખેલ્યો હતો.

તેને સમજાવવા જતાં મોટા પપ્પા અને ભાઈ ઉપર ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં પકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટનાસ્થળે જ યુવતીનું મોત નિપજયું હતું.

આ કેસમાં સામે આવેલા વિડીયો અને અન્ય પુરાવા દ્વારા કામરેજ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે બાદ વધુ તપાસ માટે આરોપી ફેનીલના રિમાન્ડ મેળવવા માટે કામરેજ પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી જે બાદ હાલમાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગુરુવારે ફેનીલને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું reconstruction કરવામાં આવ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને ફેનીલને પહેલા અમરોલી કોલેજ લાવવામાં આવ્યો હતો જ્યાં ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને લઈને મળવા આવવાનું કહ્યું હતું જે બાદ ગ્રીષ્માના માસી સાથે ઝઘડો પણ થયો હતો.

કોલેજ પર પહોંચીને પોલીસે ત્યાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા હતા.

આ ઉપરાંત આરોપીને ગ્રીષ્માની સોસાયટીમાં લાવવામાં આવ્યો હતો જે બાદ ફેનીલે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. આ ઉપરાંત તેના સીસીટીવી ફૂટેજ પણ લેવામાં આવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે આ 25 થી 30 મિનિટના ખૂની ખેલમાં નરાધમ ફેમિલી મોઢામાં માવો ખાય ઝેર પીધું હોવાનું નાટક કર્યું હતું તેમજ હાથની નસ કાપી લેવાનું પણ નાટક જ કર્યું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.