બોલો હવે, ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ માનસિક અસ્વસ્થ : વકીલનો દાવો

સુરતના કામરેજના પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી નાંખી હતી.

ત્યારબાદ સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં આ હત્યારાને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે.

ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઈ હતી ત્યાર બાદ આરોપીને પકડીને જેલમાં નાખ્યો હતો.

સુરતમાં આજે સેશન્સ કોર્ટમાં આરોપી ફેનીલના વકીલે તેનો બચાવ કરવા માટે એક નવો કીમિયો કાઢ્યો હતો. વકીલે કોર્ટમાં અરજી કરી હતી કે તેમનો અસીલ માનસિક અસ્વસ્થ છે.

સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ કરી દેવામાં આવી હતી જેમાં સુનાવણી અગાઉ આરોપીના વકીલ એવી અરજી કરી હતી કે ફેનીલ માનસિક રીતે અસ્વસ્થ છે.

જેનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત જજે પણ ચેમ્બરમાં આરોપીને બોલાવીને સવાલો કર્યા હતા.

સવાલ જવાબ બાદ આરોપી અસ્વસ્થ ન હોવાનું કોર્ટે તારણ કાઢયું હતું.

આ ઉપરાંત ગ્રીષ્મના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબની પણ જુબાની લેવામાં આવી હતી અને હવે કોર્ટમાં ગ્રીષ્મા કેસની વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.

મિત્રો આવી રીતના ફેનીલના વકીલ દ્વારા આરોપીનો બચાવ કરવા માટે આ પ્રકારનું નિવેદન કોર્ટમાં આપ્યું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.