ગ્રીષ્માના હત્યારા ફેનીલના વકીલે કર્યો ચોંકાવનારો ખુલાસો, જુઓ સંપૂર્ણ માહિતી

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ વિશે સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચર્ચા ચાલી રહી છે.

સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતી યુવતીની કોલેજમાં સાથે અભ્યાસ કરતા ફેનીલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના મોટા પપ્પા, ભાઈ અને માતાની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી.

છેલ્લા એક વર્ષથી ગ્રીષ્માની પાછળ પડેલ આ ફેનીલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે તેના ઘરે જઈને ખૂની ખેલ ખેલ્યો હતો.

તેને સમજાવવા જતાં મોટા પપ્પા અને ભાઈ ઉપર ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં પકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટનાસ્થળે જ યુવતીનું મોત નિપજયું હતું.

ગ્રીષ્મની વિદાય ટાણે માતા-પિતાનું આક્રંદ પથ્થર દિલ માણસને ધ્રુજાવી દે તેવુ જોવા મળ્યું હતું.

સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગ્રીષ્માની અંતિમ વિદાય આપવા માટે લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ ઉપરાંત અંતિમ યાત્રા દરમિયાન રસ્તા ઉપર 200 જેટલા પોલીસ કર્મીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

બીજી તરફ આ કેસની વધુ તપાસ કરવા માટે કામરેજ પોલીસ દ્વારા આરોપી ફેનીલના રિમાન્ડ મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જે બાદ કોર્ટે આરોપી ફેનીલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આ કેસમાં રોકાયેલા સરકારી વકીલે કોર્ટ બહાર મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીને પણ એક વકીલ આપવામાં આવ્યો છે અને વકીલે કોર્ટમાં દલીલ પણ કરી હતી.

પરંતુ કોર્ટમાં આવ્યા બાદ પણ આરોપીના મોઢા ઉપર ભૂલનો અહેસાસ દેખાતો ન હતો અને તેણે હત્યા કરી હતી તે વાતનો તેને અફસોસ કે પસ્તાવો પણ ન હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.