ગ્રીષ્માનો કોલેજનો અને તેની જિંદગીનો છેલ્લો વિડીયો આવ્યો સામે, જુઓ કોલેજમાં શું કરતી હતી

ગ્રીષ્મા હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરનાર ફેનીલને લઇને મોટો ખુલાસો થયો છે.

અને ત્યારબાદ ગ્રીષ્માનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

ગ્રીષ્માનો આ વિડીયો તેની હત્યાના થોડા કલાકો પહેલાં જ છે.

હત્યાના દિવસે ગ્રીષ્મા તેની કોલેજની બહેનપણીઓ સાથે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને તે ખૂબ જ ખુશ દેખાતી હતી પરંતુ ગ્રીષ્માએ સ્વપ્નમાં પણ એવું નહીં વિચાર્યું હોય કે આ તેનો અંતિમ ક્લાસ હશે.

આ ઘટના એ આખા દેશને હચમચાવી મૂક્યો છે. હત્યારા ફેનિલ ગોયાણી સામે લોકો રોષ હજુ પણ યથાવત છે અને સોશિયલ મીડિયામાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ગ્રીષ્માની હત્યા થઈ તે પહેલાં તે કોલેજમાં હાજરી પુરાવી રહી હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ગ્રીષ્માનો આ વિડીયો એ બતાવી રહ્યો છે તે ગ્રીષ્મા કેટલી શિસ્તમાં રહીને અભ્યાસ સાથે જોડાયેલી હતી.

મિત્રો તસવીરમાં ગ્રીષ્મા ક્લાસરૂમમાં સીસીટીવી ફુટેજમાં હાથ ઊંચો કરીને હાજરી પુરાવતી નજરે પડે છે.

ગ્રીષ્મા તેના કોલેજના દિવસોમાં નિયમિત ભણવા જઈ રહી હતી.

તારીખ 12-2-2022 શનિવારના રોજ ગ્રીષ્મા સમયસર પોતાના ક્લાસ રૂમમાં પહોચી ગઈ હતી.

આપણે સીસીટીવી ફુટેજમાં જોઈ શકીએ છીએ કે હાજરી માટે પોતાનો હાથ ઊંચો કરી રહી છે.

આ ઉપરાંત બીજી તરફ જોવા જઈએ તો આરોપી ફેનીલ તે જ કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે.

ફેનીલ લુખ્ખા વૃત્તિ સાથે જોડાયેલો હતો જેના કારણે તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

મિત્રો આજ દર્શાવે છે કે હત્યારો પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.