ગ્રીષ્મા હત્યા બાદ સુરતમાંથી પોલીસને મળ્યા 402 હથિયારો, જુઓ સંપૂર્ણ માહિતી

મિત્રો સુરતના કામરેજમાં ગ્રીષ્મામાં નામની યુવતીની ફેનીલ નામના યુવકે છરો મારીને ગળું કાપી નાખ્યું અને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી.

આ ઘટના બાદ પોલીસે દરેક જગ્યા પર ચકાસણી શરૂ કરી છે અને ઘણા સ્થળેથી પોલીસને વિવિધ પ્રકારના હથીયારો મળી આવ્યા છે.

સુરતમાં આ પ્રકારના હથીયારોનો વપરાશ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં સુરત પોલીસે પેટ્રોલિંગ કરીને અલગ અલગ સ્થળોએથી 402 જેટલા ઘાતક હથિયારો મેળવ્યા છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ વધુ હાથ ધરી છે.

આ પ્રકારના છરાઓ ઓનલાઇન અને હાઈવેની હોટલો ઉપરથી મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ પ્રકારના છરાવો છોકરાઓ સાથે લઈને ફરે છે અને પોલીસ દ્વારા 402 હથિયાર કબજે કરવામાં આવ્યા છે.

મળી આવેલા હથિયારોમાં ચાકુ, તલવાર અને છરીઓનો સમાવેશ થાય છે.

યુવાનો સામાન્ય નાની બાબતમાં પણ આવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને લોકોને ઇજા પહોંચાડે છે.

પોલીસની તપાસ હજુ ચાલુ છે અને આગળ પણ ઘણા હથિયારો સામે આવવાની સંભાવના છે.

આ પ્રકારના ઘાતક હથિયારો સાથે લઈને ફરવું એ પણ એક પ્રકારનું જોખમ છે અને લોકો આવા હથિયારોનો ઉપયોગ કરીને કોઈને પણ મોતને ઘાટ ઉતારી દે છે જેથી આવા હથિયારો જીવનું જોખમ બની શકે છે.

મિત્રો આ બાબત વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.