ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ : ઘરબેઠા જુઓ ગુજરાતમાં કયા ગામમાં કોણ સરપંચ બન્યું!

ગુજરાતના તમામ કેન્દ્રો ઉપર સવારના 9 વાગ્યાથી મિત્રો મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આ ઉપરાંત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઉમેદવારોના હૃદયના ધબકારા વધી રહ્યા છે.

મતગણતરીની પ્રક્રિયા 1,711 સેન્ટર ઉપર યોજાશે.

મતગણતરીની આ કામગીરીમાં કુલ 19916 કર્મચારીઓ જોડાશે જેમાં 2576 આરોગ્ય કર્મીઓ અને 14291 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.

રાજ્યની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી જેમાં સરપંચ માટે 27200 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને સભ્યપદ માટે 53507 ઉમેદવારો ઉભા હતા.

આવી રીતે કુલ રાજ્યમાં 10897 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી જેમાંથી 1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ ચૂંટાઇ હતી.

ગુજરાત રાજ્યમાં કુલ 73.85 ટકા મતદાન નોંધાયું હતું.

મિત્રો જો તમે પણ ગુજરાતના કોઈપણ ગામની ચૂંટણીનું રિઝલ્ટ ઘરબેઠા જોવા માંગો છો અને કયા ગામમાં કોણ સભ્ય બન્યું કોણ સરપંચ બન્યું તે તમે મિત્રો ઘરબેઠા જાણી શકશો.

મિત્રો તમારે તમારા ફોનમાં https://sec-poll.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું છે જેમાં તમારે ચૂંટણીનું નામ “ગ્રામ પંચાયત” સિલેક્ટ કરવાનું છે પછી વર્ષ 2021 પસંદ કરીને ok બટન દબાવવાનું છે.

આટલું કર્યા પછી એક નવું પેજ ખુલશે જેમાં તમે તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરીને કોણ સરપંચ બન્યું છે અને કોણ સભ્ય બન્યું છે તેનું લીસ્ટ તમારી સામે આવી જશે.

મિત્રો તમારા ગામમાં કોણ સરપંચ બન્યું? તેનું નામ અને ગામનું નામ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.