રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબર : સરકારે કરી મોટી જાહેરાત

મિત્રો કેન્દ્રની મોદી સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને એક મોટી સુવિધા આપવાનો મોટો નિર્ણય કર્યો છે અને જણાવ્યું છે કે સામાન્ય રીતે રાશનની સુવિધા લેવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે.

આ મામલા પર જાણકારી આપતા ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે હવે રેશનકાર્ડ ધારકને રાશનની સુવિધા આપવા માટે રાશન કાર્ડ આપવાની જરૂર નથી.

આપણે જાણીએ છીએ કે હાલમાં ફક્ત રેશનકાર્ડ બતાવીને લોકો રાશન લઇ શકે છે પરંતુ હવે લોકોને તે જ્યાં પણ રહે છે તેના નજીકના રાશનની દુકાન પર જઈને રાશનનંબર અને આધાર નંબર આપવાનો રહેશે ત્યારબાદ તે સરળતાથી રાશન મેળવી શકશે.

મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે નવી ટેકનિક દ્વારા રાશન આપવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવી દેવામાં આવી છે.

હવેથી દેશમાં વન નેશન વન રેશન કાર્ડની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી દેશમાં વન નેશન વન રેશન કાર્ડ દ્વારા 77 કરોડ લોકોને જોડવામાં આવ્યા છે.

પિયુષ ગોયેલે જણાવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળ રાજ્યનું રેશનકાર્ડ ધરાવે છે અને તે પોતાના પરિવારની સાથે નોકરીના કારણે કોઈ અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં જાય છે તો તે પોતાના રાશન કાર્ડ નંબર અને આધાર કાર્ડની જાણકારી આપતા કોઈપણ રાશનની દુકાનથી રાશન લઈ શકે છે.

એટલા માટે તેને હવે ઓરીજનલ રેશનકાર્ડ બતાવવાની જરૂર નહીં પડે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.