અસની વાવાઝોડામાં થયો ચમત્કાર : સમુદ્રમાંથી બહાર નીકળ્યો સોનાનો રથ, જુઓ સંપૂર્ણ માહિતી

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ભારતમાં એક વાવાઝોડાએ ખૂબ જ જોર પકડેલુ હતું. પૂર્વ ભારતના ઘણા બધા રાજ્યોમાં આ વાવાઝોડાને પોતાની અસર બતાવી હતી આ વાવાઝોડાનું નામ હતું અસની.

અસાની વાવાઝોડાને લઈને ઓડીસા, બંગાળ જેવા રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને આ વાવાઝોડાને લીધે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ વાવાઝોડું બંગાળની ખાડી તરફથી ઉત્પન્ન થયેલું હતું.

મિત્રો આ વાવાઝોડામાં એક ચમત્કાર થયો છે, આ વાવાઝોડામાં મંગળવારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલ્લમ જિલ્લાના સુનાપલ્લી સી હાર્બર ખાતે એક રહસ્યમય સોનાના રંગનો રથ જોવા મળ્યો હતો.

આ રથ સમુદ્રમાંથી તરતો તરતો દરિયાકાંઠા નજીક આવતો જોવા મળ્યો હતો જેને લઇને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો રથને દોરડા વડે બહાર કાઢતાં હતા.

શ્રીકાકુલ્લમ જિલ્લાના સબ ઇન્સપેક્ટરે કહ્યું કે આ ઘટનાની જાણ ગુપ્તચર વિભાગને કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગે જણાવ્યું કે તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે.

અસાની વાવાઝોડાનું નિર્માણ દક્ષિણના આંદામાન થયું હોવાથી આ રથ મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અથવા ઇન્ડોનેશિયા જેવા આંદામાન સમુદ્ર નજીકના કોઈ દેશ નો હોઈ શકે છે.

આ રથનો આકાર મંદિર જેવો છે જે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના મઢ જેવો પણ છે, આ રથ ની માહિતી મળતા જ લોકો રથને જોવા માટે ઉમટી પડ્યા હતા.

લોકોની રથ સાથે ધાર્મિક લાગણીઓ જોડાઈ ગઈ હતી, આ રથ સોનાના જેવો લાગે છે અને સોનાના રંગ જેવો જ દેખાય છે એટલે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ રથ સોનાના રંગનો છે કે સોનાનો છે.

લોકો કહી રહ્યા છે કે આ રથ સમુદ્રમાંથી નીકળ્યો છે એટલે કે કોઈક ચમત્કાર જ થયો છે.

મિત્રો આ રથ વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.