સોના ચાંદીની કિંમતમાં થયો મોટો ઘટાડો, 8000 રૂપિયા સસ્તું થયું સોનુ !

સોના-ચાંદીના ભાવમાં હમણાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આજે સોનાના 10 ગ્રામના ભાવ એટલે કે એક તોલાનો ભાવ 48007 રૂપિયા પર પહોંચ્યો છે.

આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો થયો છે અને આ ઘટાડા બાદ ચાંદીની કિંમત 61593 પર પહોંચી ગઇ છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારે સોના-ચાંદીની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે.

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનુ 8000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

મિત્રો 1 વર્ષ પહેલા સોનાનો ભાવ 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો હતો ત્યારે તેની સરખામણીમાં અત્યારે 8000 રૂપિયા સસ્તુ સોનું મળી રહ્યું છે.

જે લોકો સોનું ખરીદવા માગતા હોય તેના માટે સોનું ખરીદવું અત્યારે ખૂબ જ ફાયદાકારક છે.

ઉપરાંત રોકાણના હેતુથી પણ સોનું ખરીદવું આ સમયે ઉત્તમ ગણાય છે કેમકે જાણકારોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં સોનુ મોંઘું થવાનું છે અને રોકાણકારોને મોટો ફાયદો મળી શકે છે.

મિત્રો જો તમે રોજેરોજ ના તાજા સોનાના ભાવ મેળવવા માંગતા હો તો તમારે ફક્ત આ નંબર ઉપર મિસકોલ મારવાનો રહેશે

તમારા ફોનમાં એક મેસેજ આવી જશે જેમાં સોનાના તાજા ભાવ લખેલા હશે.

આ ઉપરાંત સરકાર તરફથી એક એપ્લિકેશન પર બનાવવામાં આવી છે જેની મદદથી તમે સોનાની શુદ્ધતા ચેક કરી શકો છો.

BIS કેર એપ ની મદદથી તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો.

આ એપ્લિકેશનની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તમે તેને લઈને ફરિયાદ પણ કરી શકો છો.

તમે આ એપ્લિકેશનમાં સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન નંબર અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.