લીલી પરિક્રમાના નિયમોમાં છેલ્લી ઘડીએ થયા મોટા ફેરફાર, હવે 400-400 ના જૂથમાં કરી શકાશે પરિક્રમા

મિત્રો આજથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી હતી જેમાં ખાસ સાધુ-સંતો આ પરિક્રમા ભાગ લેવાના હતા.

મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં યાત્રાળુઓનો ઘસારો જોતા જિલ્લા કલેકટર રચિત રાજે પરિક્રમાના નિયમોમાં ફેરફાર કરીને શરતી મંજૂરી આપી છે જેથી લાખો શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

આપણે જાણીએ છીએ કે આ વર્ષે લીલી પરિક્રમામાં માટે માત્ર 400 લોકોને જ મંજૂરી અપાઈ હતી જેમાં માત્ર સાધુ-સંતો જ જોડાઈ શકે છે જેનો શ્રદ્ધાળુઓ અને વિશ્વ હિન્દુ સંગઠન દ્વારા ભારે વિરોધ પણ થયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

લીલી પરિક્રમા અંગે જૂનાગઢ વહીવટીતંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો કે હવે ચારસો લોકોની મર્યાદામાં તબક્કાવાર પરિક્રમા થઈ શકશે એટલે કે 400-400 ના જૂથમાં લોકો પરિક્રમા કરી શકશે.

સંતો, શ્રદ્ધાળુઓ અને સામાજિક સંગઠનની માંગને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર વર્ષે કારતક સુદ અગીયારસથી પૂર્ણિમા સુધી લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા માટે આવતા હોય છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લીલી પરિક્રમાનું આયોજન થઈ શક્યું નહોતું ત્યારે આ વર્ષે કલેકટરે લીલી પરિક્રમાને શરતી મંજૂરી આપી છે.

આ પરિક્રમા દરમિયાન 400-400 લોકોના જૂથમાં લોકો જઈ શકશે અને સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.