ઘેલી ચિત્રા નક્ષત્રનો પ્રારંભ, વરસાદ અને વાવાઝોડું ભુકા બોલાવશે

મિત્રો આપણે જાણીએ છીએ કે ગયા મહિને હાથીયો નક્ષત્ર તબાહી મચાવીને ગયો જેમાં પ્રથમ રાઉન્ડમાં 2 ઈંચથી લઈને 18 ઇંચ સુધીનો વરસાદ રાજ્યમાં જોવા મળ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડયો હતો અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો હતો.

મિત્રો નક્ષત્રની વાત કરીએ તો એવી પણ કહેવત છે કે જો હાથિયો નક્ષત્ર વરસે છે તો ચિત્રા નક્ષત્ર પણ અવશ્ય વરસે છે તો આ કહેવત પ્રમાણે હાથીયા નક્ષત્રમાં જોરદાર વરસાદ પડયો હતો જેથી ચિત્રા નક્ષત્રની  અંદર પણ ખૂબ જ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.

ચિત્રા નક્ષત્ર ની વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાન તારીખ 10 ઓકટોબરે ચિત્રા નક્ષત્રમાં વિધિવત રીતે પ્રવેશ કરશે. આ નક્ષત્ર દરમિયાન ચંદ્ર નક્ષત્ર જયેષ્ઠા નક્ષત્ર છે અને આ નક્ષત્રનું વાહન મોર હશે. આ નક્ષત્રનો સમયગાળો 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીનો છે.

મિત્રો એક જૂની કહેવત પણ છે કે ચિત્રા નક્ષત્રે એક વખત 999 નદીઓનું સર્જન કર્યું હતું તેના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ નક્ષત્રમાં વરસાદ વરસે તો કેવી તબાહી મચાવી શકે છે.

મિત્રો સમગ્ર દેશમાંથી હવે ચોમાસાની વિદાય થઇ રહી છે ત્યારે ગુજરાતમાંથી ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ચોમાસુ વિદાય લઇ ચુક્યું છે અને હજુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આ નક્ષત્રમાં જો વરસાદ વરસે તો તેને મંડાણી વરસાદ કહેવામાં આવે છે.

10 ઓક્ટોબરની આજુબાજુ ગુજરાતનું હવામાન ખુબ અસ્થિર જણાઈ રહ્યું છે જેને કારણે રાજ્યમાં બપોર બાદ મંડાણી વરસાદ જોવા મળતો હોય છે.

ચિત્રા નક્ષત્રમાં ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા ઉત્પન્ન થતા હોય છે અને આ વખતે પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે 10 ઓક્ટોબર ની આજુબાજુ અંદમાન સાગરમાં એક લો પ્રેસર બનવાની સંભાવના છે જે આગામી ચારથી પાંચ દિવસમાં ઓડીશા અને ઊત્તર આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે.

આપણે જાણીએ છીએ કે હાલમાં ખેડૂતોનો મગફળી નો પાક તૈયાર થઇ ચૂક્યો છે એવામાં છો ચિત્રા નક્ષત્રમાં વરસાદ થશે તો ખેડૂતોને ફરીથી મોટી નુકસાની ભોગવવાનો વારો આવશે આ સાથે અદમાન સાગરમાં વધી રહેલા દબાણને લઈને ચોમાસુ થોડુંક મોડું વિદાય લે તેવી શક્યતા જોવા મળી રહી છે જેના કારણે પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.