સાંજે સૂતી વખતે નાભિમાં નાખી દો આ બે ટીપા : થશે ચમત્કારીક ફાયદાઓ

મિત્રો જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને નાભીમાં જે નાળ આવેલી હોય તેના દ્વારા જ પોષણ મળે છે. આ નાળમાંથી ત્રણથી ચાર કિલ્લાના બાળકને પોષણ મળે છે.

મિત્રો આપણા જીવનમાં નાભિનું ખૂબ જ વિશેષ મહત્વ છે. યોગી પુરુષો જ્યારે ધ્યાન કરે છે ત્યારે તે નાભિ ચક્ર ઉપર ધ્યાન ધરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની સમગ્ર શક્તિ આ નાભિ ઉપર રહેલી છે એટલા માટે કુંડલિની શક્તિ જાગૃત કરવા માટે યોગીઓ સાધના કરતાં હોય છે.

મિત્રો આપણા શરીરમાં 72,000 નાડીઓ આવેલી છે અને આ સમગ્ર નાડીઓનું કેન્દ્ર નાભિ છે. આપણી નાભિમાંથી 72,000 નાડીઓ નીકળે છે અને તેનું પોષણ પણ આ નાભિમાંથી જ થાય છે.

આ સમગ્ર 72,000 નાડીઓ નાભિ સાથે જોડાયેલી હોય છે એટલા માટે જ નાભિમા કોઇપણ પ્રકારનો પ્રૉબ્લેમ થાય તો આપણને દુખે છે, પેસોટી ખસી જાય તો ગેસ થઈ જાય છે અને ઝાડા પણ થઈ જાય છે, આખા શરીર પર તેની અસર થાય છે.

એટલા માટે આપણા પૂર્વજોએ, આપણાં ઋષિ-મુનિઓએ, આપણા આચાર્યોએ પ્રયોગ બતાવ્યો છે કે આપણે નાભિને વ્યવસ્થિત કઈ રીતના રાખી શકીએ જો તેવું કરવામાં આવે તો આપણને ખૂબ જ ફાયદો થાય છે.

આ પ્રયોગમાં ગાયનું શુદ્ધ ઘી લેવામાં આવે તો અતિ ઉત્તમ છે, જો ગાયનું ઘી ન મળી શકે તો પશુનું કોઈપણ ઘી વાપરી શકાય છે.

ઘી નો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી અઢળક ફાયદાઓ થાય છે. આ પ્રયોગ કરવાથી વાળ સફેદ થવાની સમસ્યા, નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા આવી દરેક સમસ્યા ધીમે ધીમે મટે છે. આ પ્રયોગ કરવાથી આંખોનું તેજ વધે છે, મોટી ઉંમર સુધી આપણને મોતીયો નથી આવતો અને શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા પણ મટે છે.

જે લોકોને આંખ નીચે કુંડાળા હોય છે તેવા લોકો જો આ પ્રયોગ કરે તો કાળા કુંડાળાની સમસ્યા પણ મટે છે. મોઢા પર ખીલ થતા હોય એ સમસ્યા પણ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ચહેરાની ચમક વધે છે અને આખા શરીરની 72,000 નાડીઓ શુદ્ધ થાય છે.

આ પ્રયોગ દરરોજ રાત્રે સુતા પહેલા અથવા તો સવારે સ્નાન કર્યા બાદ કરી શકાય છે પરંતુ સવારે સ્નાન કર્યા બાદ ફરીથી સુવું પડશે.

સુઈ ગયા બાદ નાભિનો જે ખાડો હોય તે ખાડાની અંદર ગાયનું શુદ્ધ ઘી અથવા તો ભેંસનું ઘી બંનેમાંથી કોઈ પણ ઘી વાપરી શકાય છે. ગાયનું ઘી ઉત્તમ ઘી માનવામાં આવે છે અને ઘી શુદ્ધ હોવું જરૂરી છે.

ગાયના ઘીમાં ઓજ નામનું તત્ત્વ રહેલું છે આપણા શરીરમાં સાત ધાતુ હોય છે જેમાંથી સાતમી ધાતુનું નામ પણ ઓજ છે.

આ ગાય કે ભેંસ ના શુદ્ધ ઘીને નાભીમાં ભરીને ઓછામાં ઓછું 15 મિનિટ સુધી સુઈ રહેવું. આ ઘી નાની-નાની કોશિકાઓ દ્વારા 72 હજાર નાડીઓમાં જતું રહેશે.

મિત્રો આ પ્રયોગ દિવસમાં એક જ વખત કરી શકાય છે, આ પ્રયોગ એકાંતરા પણ કરી શકાય છે એટલે કે એક દિવસ છોડીને ફરીથી આ પ્રયોગ કરી શકાય છે.

આ પ્રયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, બાળકથી માંડીને વૃદ્ધ બધા જ લોકો ઉપયોગ કરી શકે છે. આ પ્રયોગના અદભુત ફાયદાઓ છે માત્ર એક મહિના સુધી આ પ્રયોગ કરવાથી શરીરમાં ખૂબ જ ફેરફાર જોવા મળશે.

નાભી ઉપર ઘી લગાવવાથી નાભિ સાથે જોડાયેલી 72,000 નાડીઓ કે જે લોહીની નળીઓ હોય છે જે શરીરના વિવિધ ભાગોમાં લોહીની ધમનીઓ સાથે જોડાયેલી હોય છે જેને કારણે નાભિમાં ઘી લગાવીએ છીએ ત્યારે તે ધમનીઓ સક્રિય થઈ જાય છે જેને કારણે લોહીનું પરિભ્રમણ શરીરના અંગોમાં વ્યવસ્થિત થાય છે અને પરિણામે વાળ, ચામડીમાં ચમક આવવા લાગે છે સાથે સાથે અન્ય ભાગોમાં પણ લાભ થાય છે.

નાભી ઉપર ઘી લગાવવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે જે લોકોનું શરીર કાંપતું હોય તેવા લોકોએ ઘી નિયમિત લગાવવાથી આ કંપનની સમસ્યા દૂર થાય છે.

નાભિ પર ઘી લગાવવાથી જો ઘૂંટણમાં દર્દ હોય તો ઘૂંટણની સમસ્યા દૂર થાય છે જે લોકોને અવારનવાર શરદી, ઉધરસ અને કફની સમસ્યા રહેતી હોય તેવા લોકો એના પર જો નિયમિત લગાવવામાં આવે તો આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

નાભિમાં ઘી લગાવવાથી ઘીમા રહેલા તત્વો નાભિમાંથી અવશોષિત થઈને શરીરમાં પહોંચે છે જેનાથી શરીરમાં તાકાત અને મજબૂતી પ્રદાન થાય છે.

ઘણી વખત સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ થાય છે જેમાં વધારે પડતું માસિક આવવું, માસિક દરમિયાન લોહી વહી જવું, અનિયમિત માસિક આવવું જેવી સમસ્યાઓ યુવાવસ્થા દરમિયાન જોવા મળતી હોય છે. આ દરમિયાન જો નાભિ ઉપર ઘી લગાવી દેવામાં આવે આ સમસ્યાઓ દૂર થાય છે.

નાભી ઉપર ઘી લગાવવાથી યાદશક્તિ તેજ બને છે જે લોકોને વારંવાર ભુલાઇ જતું હોય, બરાબર યાદ રહેતું ના હોય તો તેવા લોકોએ નાભિ પર ઘી લગાવવું જોઈએ જેનાથી અઢળક ફાયદો થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

આવી રીતે નાભીમાં 72,000 થી વધારે નાડીઓ જોડાયેલી હોવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ બધી જ નાડીઓ નાભિમાં ઘી લગાવતા સાથે જ સક્રિય થાય છે.

મિત્રો આ હતા નાભી ઉપર ઘી લગાવવાના અઢળક ફાયદાઓ, તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો આ માહિતીને બીજા લોકો સુધી શેર કરજો અને આપણા પેજને ફોલો પણ કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.