ગોલમાલ / જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો થઈ જાવ સાવધાન : જુઓ કેવી રીતે થાય છે છેતરપિંડી

મિત્રો મોટાભાગના લોકો રસોઇ કરવા માટે ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન ધરાવતા હોય છે અને અત્યાર સુધીમાં જ્યારે પણ ગેસ સિલિન્ડરની ડીલેવરી થતી હોય ત્યારે આપણે તેનો વજન કરીને લેતા હોઈએ છીએ.
  • ગ્રાહકો સાથે છેતરપિંડી
  • ડીલીવરી બોયે ખાલી સીલીન્ડર પધરાવી દીધો
  • ગ્રાહક સુરક્ષામાં કરવામાં આવી ફરિયાદ

અત્યાર સુધીમાં આપણે એવું સાંભળ્યું છે કે ઘણી વખત સિલિન્ડરમાં ગેસ ઓછો આવે છે એટલા માટે આપણે તેનું વજન કરાવતા હોઈએ છે પરંતુ અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પૂરેપૂરો ખાલી સિલિન્ડર ગ્રાહકને પધરાવી દેવામાં આવ્યો હતો.

આ પ્રકારનો કિસ્સો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે રહેતા એક પરિવાર સાથે બન્યો હતો જેમાં પોતાના ઘરે ગેસ સિલિન્ડર ખાલી થવા ઉપર તેમણે ગેસ સિલિન્ડર બુક કરાવ્યો હતો.

ડિલિવરીમેન ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે આવ્યો ત્યારે સીલપેક ખાલી સિલિન્ડર આપીને જતો રહ્યો પરંતુ પછીથી જાણ થઇ કે આ તો ખાલી છે તો તેમણે ગ્રાહક એજન્સીમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી પરંતુ ત્યાંથી પણ યોગ્ય જવાબ નહીં મળતા આખરે ગ્રાહકે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના દરવાજા ખખડાવ્યા.

મિત્રો આ પ્રકારની છેતરપિંડી જો તમારી સાથે પણ ના થાય એટલા માટે તમારે પણ સતર્ક થવાની જરૂર છે જ્યારે પણ તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો અને ડિલિવરીમેન ગેસ સિલિન્ડર દેવા તમારા ઘરે આવે ત્યારે અવશ્ય તેનું વજન તમારી નજર સામે કરાવવું જોઇએ.

ખાસ કરીને ભરેલા સિલિન્ડરનું વજન 30 કિલોની આસપાસ હોય છે અને સિલિન્ડર ઉપર લખેલુ જ હોય છે કે ખાલી બાટલાનું વજન કેટલું છે અને ભરેલા સિલિન્ડરનું વજન કેટલું છે પરંતુ ગ્રાહકો વજન ચેક કરતા નથી અને છેતરપિંડીનો ભોગ બને છે.

ખાલી બાટલાનો વજન આશરે 15 કિલોગ્રામ હોય છે જયારે તેમાં 14.2 કિલોગ્રામ ગેસ ભરેલો હોય છે. તો આવી રીતે કુલ વજન 29.5 કિગ્રા હોય છે.

જોકે જુદી-જુદી કંપનીના સીલીન્ડરના વજન  જુદા જુદા હોય છે એટલા માટે ગ્રાહકની જવાબદારી બને છે કે સીલ બંધ કન્ડિશનમાં ગેસ સિલિન્ડર આવે ત્યારે હંમેશા તેનો વજન કરવો જોઈએ જેથી આપણે છેતરપિંડીથી બચી શકીએ.

મિત્રો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ભવિષ્યમાં ગ્રાહકો ના બને અને ગ્રાહકો પોતાના સિલિન્ડરનું વજન કરીને જ સિલિન્ડર મેળવે અને પોતે જાગૃત બને.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે એક જાહેરાત કરી છે કે આ પ્રકારની કોઇ ફરિયાદ નોંધાવશે તો તેને 501 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે જેથી કરીને ગ્રાહક જાગૃત બને અને છેતરાઈ નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.