વિદ્યાર્થીએ જવાબમાં એવું લખ્યું કે શિક્ષક પહોંચી ગયો કોમામાં, વિદ્યાર્થીની જવાબવહી સોશિયલ મીડિયામાં વાયરલ

મિત્રો આજકાલનાં બાળકો ખૂબ જ ચંચલ હોય છે અને સ્માર્ટ હોય છે.

સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જ્યાં કોઈપણ નાની વાત હોય તો પણ બધા લોકો સુધી પહોંચી જાય છે.

આજના આર્ટિકલમાં આપણે વાત કરીશું એક વિદ્યાર્થીની કે જેણે જવાબમાં એવું લખ્યું કે શિક્ષક વાંચીને જ ચાલ્યો ગયો કોમામા.

ચાલો આપણે જાણીએ આ બાળકની અદભુત જવાબવહી વિશે. આ બાળકને પરીક્ષામાં “ભાખરા નાંગલ યોજના” વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં બાળકે જે લખ્યું છે તે વાંચીને તમે હસી નહીં રોકી શકો.

તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જવાબવહીનો ફોટો જેમાં લખ્યું છે કે ભાખરા નાંગલ ડેમ સતલજ નદી ઉપર બાંધવામાં આવ્યો છે.

સતલજ નદી પંજાબમાં આવેલી છે, પંજાબ સરદારનો દેશ છે, સરદાર પટેલ સરદાર હતા તેને ભારતના આયર્નમેન તરીકે ઓળખવામાં આવતા હતા.

લોખંડ ટાટામાં બને છે પરંતુ ટાટા હાથથી કરવામાં આવે છે, કાયદાના હાથ લાંબા હોય છે, પંડિત જવાલાલ નેહરૂ પણ કાયદાને જાણતા હતા, બાળકો તેમને ચાચા નેહરુ નામથી ઓળખતા હતા, ચાચા નહેરુને ગુલાબનો શોખ હતો વગેરે વગેરે તમે વાંચી શકો છો.

બાળકની આ જવાબવહી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. ઘણા લોકો બાળકની પ્રશંસા કરે છે તો ઘણા લોકો બાળકને 21 તોપોની સલામી આપી રહ્યા છે.

તેના શિક્ષકે પણ મજાકમાં જવાબવહી ઉપર 10 માંથી ઝીરો માર્ક્સ આપીને લખ્યું કે શિક્ષક કોમામાં છે.

આ પ્રકારની પોસ્ટ સોશિઅલ મીડિયામાં “ફન કી લાઈફ” નામના એકાઉન્ટ દ્વારા વાયરલ કરવામાં આવી હતી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.