હવે ઘર બેઠા મળશે 20 લિટર ઇંધણ, પેટ્રોલ પંપે જવાની જરૂર નહીં પડે

મિત્રો હાલના સમયમાં બધી વસ્તુ ઓનલાઈન થઈ ચૂકી છે એટલે કે તમારે જે વસ્તુ જોઈતી હોય તે ઘરબેઠા મળી જાય છે.

તમારા વાહન માટે કે અન્ય કોઈ ઉપયોગ માટે વપરાતા ઈંધણ ખાસ કરીને ડીઝલ લેવા માટે તમારે પેટ્રોલ પંપ પર જવું પડતું હોય છે.

હવે તમારે ડીઝલ લેવા માટે ધક્કો ખાવાની જરૂર નથી કેમકે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સ્ટાર્ટઅપ હમસફર ઇન્ડિયા સાથે મળીને મર્યાદિત માત્રામાં ડીઝલની ડોરસ્ટેપ ડીલીવરી શરૂ કરી છે.

આ સેવામાં 20 લીટર ડીઝલની ડીલેવરી સફર 20 ઝેરી કેનમાં આપવામાં આવશે. હમસફર ઇન્ડિયાના સ્થાપક અને નિર્દેશક સાનિયા ગોયલે જણાવ્યું કે અગાઉ ગ્રાહકોએ ડીઝલ લેવા માટે તેના રિટેલ આઉટલેટ્સમાંથી બેરલ ખરીદવું પડતું હતું જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

આ સેવાથી ઉદ્યોગો, હોસ્પિટલો, બેંકો, મોલ્સ, બાંધકામ સાઈટ, મોબાઇલ ટાવર, ખેડૂતો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાના ઉદ્યોગોને લાભ થવાની અપેક્ષા છે.

કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહક 20 લિટરથી ઓછું ડીઝલ મેળવવા માંગે છે તે આ સેવાનો લાભ લઇ શકે છે.

આ સેવાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, આસામ, કેરળ, હરિયાણા, ગોવા, ગુજરાત, નોઈડા, દિલ્હી, ફરીદાબાદ અને ગાઝિયાબાદ સહિત નેશનલ કેપિટલ રિજનમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે.

આ પ્રકારની ફ્યુઅલ હમસફર નામની યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન બનાવવા માટે સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સરળતાથી ઇંધણનો ઓર્ડર અને ટ્રેકિંગ કરી શકાશે.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.