આવતી 18 તારીખથી આટલી વસ્તુ થઈ જશે મોંઘી : જુઓ સંપૂર્ણ લિસ્ટ

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બુધવારે GST કાઉન્સિલની 47ની બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં વધુ વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય લેવાયો હતો.

જે વસ્તુને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તેની કિંમત વધારો જોવા મળશે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે 18 જુલાઇથી કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે. કેમકે નવા દરો 18 જુલાઇથી અમલમાં આવશે.

શું થશે મોંઘુ??

1. પેકેજ્ડ ફૂડ :

મિત્રો જીએસટી પેનલે પેકેજ્ડ ફૂડને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ખાસ ખોરાક, અનાજ વગેરે બ્રાન્ડેડ ન હોય તો જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી પરંતુ હવે દરેકને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે.

આ ઉપરાંત પ્રિ પેક્ટ. પ્રિ labels. દહી. લચ્છી અને બટર મિલ્ક સહિતના પેકેજો અને પ્રિ લેબલ રીટેલ પેકમાંથી મુક્તિના અવકાશને સુધારવાની પણ ભલામણ કરવામાં આવી છે એટલે કે આ બધી વસ્તુઓ મોંઘી થઈ જશે.

2. બેંક ચેક બુક :

મિત્રો બેન્કો દ્વારા જે ચેક બુક જારી કરવામાં આવે છે તેની ફી ઉપર 18% જીએસટી લાગશે એટલે કે ચેકબૂક પણ મોંઘી થશે.

3. હોટેલના રૂમ :

મિત્રો હોટલમાં જે રૂમનું ભાડું 1000 રૂપિયા કરતા ઓછું હોય તેના ઉપર જ કોઈ ટેક્સ લાગતો નહોતો પરંતુ હવે તેના ઉપર 12% જી.એસ.ટી લાગશે એટલે રૂમનું ભાડું પણ વધી જશે.

4. હોસ્પિટલના બેડ :

હોસ્પિટલ દ્વારા ICU સિવાયના રૂમ કે જેનું ભાડું દર્દી દીઠ પ્રતિદિન પાંચ હજાર રૂપિયાથી વધુ છે તેના ઉપર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે.

5. એલઇડી લાઇટ્સ લેમ્પ :

મિત્રો એલઇડી લાઇટ્સ, ફિક્ચર, એલઇડી લેમ્પના ભાવમાં વધારો આવશે કારણ કે જીએસટી કાઉન્સિલ inverted duty structure ને 12 ટકાથી વધારીને 18% કરવાની ભલામણ કરી છે.

6. ધારદાર વસ્તુઓ :

મિત્રો કટીંગ બ્લેડ, પેન્સિલ શાર્પનર, બ્લેડવાળી છરીઓ, કાંટા, સ્કીમર, કેક સર્વર વગેરેને 12% સ્લેબમાંથી 18 ટકાના સ્લેબમાં દાખલ કરવામાં આવ્યા છે જેથી આ બધી વસ્તુઓની કિંમતમાં વધારો થશે.

7. પંપ અને મશીનો :

સબમર્સીબલ પંપ, ડીપ ટ્યુબવેલ ટર્બાઇન પંપ, cycle pump વગેરેને 12% ના જીએસટી સ્લેબમાંથી 18 ટકાના જીએસટી સ્લેબમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સફાઈ, સોર્ટિંગ, ગ્રેડિંગ, બીજ, અનાજના કઠોળ માટેના મશીનો પણ 18% ના દાયરામાં આવશે.

મિલિંગ ઉદ્યોગમાં કે અનાજ વગેરેના કામ માટે ઉપયોગમાં આવતી મશીનરી, પવનચક્કી જે પવન આધારિત લોટની મિલો છે વગેરે ઉપર 18 ટકાનો જીએસટી લાગશે.

શું થશે સસ્તુ :

1. રોપ વે રાઇડ્સ :

રોપ-વે દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન પર જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 5% કયો છે જેને કારણે રોપ-વેની રાઇડ્સ સસ્તી થશે.

2. ઓર્થોપેડિક ઉપકરણો :

ફેક્ચર માટેના ઉપકરણો, બોડી પ્રોસ્થેસીસ અન્ય ઉપકરણો કે જે કોઈ ખામી અથવા અક્ષમતા અને intraocular lens ના બદલામાં શરીરમાં પહેરાવવામાં આવે છે અથવા દાખલ કરવામાં આવે છે તેના પર જીએસટી 12% માંથી 5 ટકા કરવામાં આવ્યો છે.

3. સંરક્ષણ વસ્તુઓ :

ખાનગી એકમો અથવા વિક્રેતા દ્વારા વિશેષ આયાત કરાયેલી સંરક્ષણ ચીજોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ ત્યારે જ મળશે જ્યારે એન્ડ યુઝર ડિફેન્સ ફોર્સ હશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.