10 મિનિટમાં જ તમારૂ ફ્રિજ ચકચકાટ થઈ જશે, જાણો ફ્રિજને અંદરથી અને બહારથી સાફ કરવાની ટીપ્સ

મિત્રો બધાના ઘરમાં ફ્રીજ અત્યારે ફરજિયાત અને જરૂરિયાત થઈ ગઈ છે કેમ દૂધ, દહીં, છાશ, શાકભાજી વગેરે વસ્તુઓ ફ્રિઝમાં રાખવામાં આવે છે પરંતુ બ્રિજની સમયાંતરે સાફ સફાઈ કરવી બહુ જરૂરી છે અને સમયે સમયે સાફ કરવામાં ન આવે તો ફ્રીજની અંદર અને બહારની બાજુ ઘણી બધી ગંદકી જમા થઈ જાય છે.

ક્યારેક ફ્રીજમાં શાકભાજી પડી જતું હોય તો ક્યારેક કોઈ તૈલી પદાર્થને કારણે ચીકણું થઈ જતું હોય છે તો ક્યારેક ફ્રિજના અંદરના ભાગમાં પાણી પણ જતું રહેતું હોય છે. તો આજે આપણે ફ્રીજને કઈ રીતના સાફ કરવું તે જાણીશું.

મિત્રો ફ્રીજને સાફ કરવા માટે સૌપ્રથમ ફ્રીઝમાં રહેલી બધી સામગ્રીને બહાર કાઢી લો. ઘણા લોકો વસ્તુઓને બહાર કાઢ્યા વિના જ ફ્રીજ ની સાફ સફાઈ કરતા હોય છે એવામાં ફ્રીજનો ઘણો એવો ભાગ હોય તે સાફ કર્યા વિના રહી જાય છે અને જ્યાં ગંદકી પણ રહી જાય છે.

મિત્રો ફ્રીજને સાફ કરવા માટે ગરમ પાણીની જરૂર પડશે. તમારે ગરમ પાણી અને સ્વચ્છ કપડાં લેવાના છે, ત્યારબાદ ગરમ પાણીમાં કપડું ડુબાડીને કપડાથી ફ્રિજને સાફ કરો જ્યાં વધારે ડાઘ હોય ત્યાં કપડાને વારંવાર ઘસો આવું કરવાથી ફ્રીજની બધી જ ગંદકી કપડાં પર આવી જશે.

હવે ગરમ પાણીથી ગંદકી સાફ કર્યા પછી ફ્રીજને થોડું લીક્વીડથી પણ સાફ કરવું જોઈએ. તમે જો બજારમાંથી લિક્વિડ ખરીદતા હોવ એના કરતાં જો તમે ઘરે બનાવો તો વધારે સારું રહેશે જેના માટે તમારે એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી ડિટર્જન્ટ લેવાના છે.

આ બે વસ્તુઓને મિક્સ કરીને તેમાં એક કપ પાણી નાખીને મિક્સ કરો, તમારું લિકવિડ તૈયાર થઈ જશે, ત્યારબાદ આ લિક્વિડને એક સ્પ્રે બોટલમાં ભરી દો અને ફ્રીઝની અંદર અને બહાર સ્પ્રે કરો આવું કરવાથી ફ્રીજ સારી રીતે સાફ થઈ જાય છે.

મિત્રો ફ્રીજના દરવાજા ઉપર પણ ઘણી વસ્તુઓના ડાઘ પડી જતા હોય છે આ ડાઘ દૂર કરવા માટે તમે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો જેમાં તમારે એક કપ પાણીમાં ત્રણથી ચાર ચમચી સફેદ વિનેગર ઉમેરીને તમે કપડાથી ફ્રીઝના દરવાજાની સાફ કરી શકો છો.

આટલું કર્યા પછી તમારૂ ફ્રિજ એકદમ સાફ થઈ જશે. હવે તમે ફ્રીજમાં વસ્તુઓ રાખી શકો છો. ફ્રિજને સુગંધિત કરવા માટે કેટલાક ફુદીનાના પાનને પણ તમે ફ્રીઝમાં રાખી શકો છો.

આ બધું કર્યા પછી રોજ ફ્રીજની થોડી થોડી સફાઈ કરવી જોઈએ જેથી ફ્રીજમાંથી ક્યારેય દુર્ગંધ ના આવે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.