મહિલાઓ માટે ખુશ ખબર : મહિલાઓને આપવામાં આવશે ફ્રીમાં સિલાઈ મશીન, આ રીતે કરો અરજી

મિત્રો દેશની મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

હાલમાં સરકાર દેશની મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપી રહી છે. સરકાર પ્રયત્ન કરી રહી છે કે દેશની મહિલાઓ સશક્ત બને, આત્મનિર્ભર બને એટલા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે.

આ સ્કીમ અંતર્ગત મહિલાઓને સરકાર તરફથી મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ માત્ર એક અરજી કરવાની રહેશે.

કેન્દ્ર સરકારની આ યોજના દેશના દરેક રાજ્યમાં લાગુ કરવામાં આવી છે જેમાં 50 હજાર મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અંતર્ગત કોઈપણ રકમ આપ્યા વગર મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજનામાં ભાગ લેવા માટે મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પીએમ મફત સિલાઈ મશીન યોજના હાલમાં દેશના અમુક રાજ્યોમાં જ ચાલી રહી છે જેમાં હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજયોનો સમાવેશ થાય છે.

કોણ લઈ શકે આ યોજનાનો લાભ:

  • અરજી કરનારી મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ.
  • આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકશે.
  • મહિલાના પતિની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજના અંતર્ગત વિધવા અને દિવ્યાંગ મહિલાઓ પણ અરજી કરી શકે છે.

કેવી રીતે કરવી ઓનલાઇન અરજી :

ભારત દેશમાંથી ગામ અને શહેર બંનેની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે તેના માટે ઓનલાઇન અરજી પણ તમે કરી શકો છો.

ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.india.gov.in પર જવાનું છે.

આ વેબસાઇટના હોમ પેજ ઉપર તમને સિલાઈના મફત પુરવઠા માટે અરજી કરવાની લીંક મળી જશે.

લીંક ઉપર ક્લિક કર્યા બાદ તમારે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે અને પછી તમારે ફોર્મ ભરવાનું છે.

આ ફોર્મની સાથે તમારે જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે ત્યાર પછી ફોર્મ તમારે સંબંધિત ઓફિસમાં જમા કરાવવાનું રહેશે.

તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે અને જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી બરોબર જણાશે તો તમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો :

  • આધારકાર્ડ
  • જન્મનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ