ગુજરાતની આ હોસ્પિટલમાં નાની બીમારીથી લઈને લાખો રૂપિયાના ઓપરેશન કરવામાં આવે છે મફત, જુઓ હોસ્પિટલનું સરનામું

મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે ઘરમાં કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં જવું પડે છે અત્યારે બધા લોકો હોસ્પિટલનો ખર્ચો ઉપાડી શકતા નથી.

આપણા દેશમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ગરીબ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

અચાનક જ ઘરમાં કોઈ બીમારી આવી પડે અથવા બહેન દીકરીઓની ડીલીવરી આવી હોય તે સમયે જો ઘરમાં રૂપિયા ના હોય તો શું કરવું?

આજે આપણે એક એવી હોસ્પિટલ વિશે જાણીશું કે જ્યાં બીલકુલ મફતમાં સારવાર આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં એવી સુવિધાઓ ઉપલબ્ધ છે જે ખાનગી હોસ્પિટલને પણ ટક્કર આપે છે. હોસ્પિટલમાં નાનામાં નાની બીમારીથી લઈને મોટામાં મોટા ઓપરેશન પણ મફતમાં કરવામાં આવે છે.

મિત્રો આ હોસ્પિટલ ભાવનગરના ટીંબી ગામમાં છે. હોસ્પિટલનું નામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છે.

અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી ટેસ્ટ પણ અહીંયા કરવામાં આવે છે અને એ પણ સાવ મફતમાં.

આ ઉપરાંત આ હોસ્પિટલમાં ગાયનેક, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી પણ મફતમાં કરવામાં આવે છે.

હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા લોકો માટે પણ જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે અને ખાસ ગર્ભવતી મહિલાઓ માટે આ હોસ્પિટલ સ્વર્ગ સમાન છે.

મિત્રો હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં રોજના 700 થી 800 દર્દીઓ મફતમાં સારવાર કરે છે.

આ હોસ્પિટલ એક પરોપકારી સંતના નિષ્ઠાવાન નિર્ણયથી બનાવવામાં આવી છે. નિર્દોષાનંદજી નામના સંત આ વિસ્તારમાં જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા.

તેમણે તેમના વિસ્તારમાં રિબાઈ-રિબાઈને મરતા ગરીબોને જોયા અને મધ્યમવર્ગના લોકોની સ્થિતિને જોઈને નિશુલ્ક હોસ્પિટલ બનાવવાની વાત કરી.

ત્યારબાદ ઘણા લોકોએ હોસ્પિટલ બનાવવા માટે દાન કર્યું અને હોસ્પિટલ બનાવવામાં આવી.

હોસ્પિટલનું સરનામું :

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ગામ : ટીંબી, તાલુકો : ઉમરાળા,  જીલ્લો : ભાવનગર
ફોન નંબર : (02843) 242444,(02843) 242044, 8758234744

આ નંબર ઉપર તમે હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.

જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમે બીજા લોકોને મદદ કરવા માંગતા હોવ તો આ માહિતીને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.