બન્ને ડોઝ લેનારને મળશે ફ્રી ટ્રીપ, બધા લોકો જરૂર જોઈ લો

કોરોના મહામારીમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન ફરજિયાત છે અને બધા લોકો વેક્સિન લઇ રહ્યા છે ત્યારે વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ કંપનીઓ નવી જાહેરાત કરતી હોય છે.

થોડા દિવસ પહેલાં જ મણિપુર સરકારે વેક્સિન લો અને ઇનામ જીતો નામની સ્કીમ ચાલુ કરી છે ત્યારે ગુજરાતમાં પણ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે એક ઓફર બહાર પાડવામાં આવી છે.

એશિયાનો સૌથી લાંબો અને ઊંચો ગિરનાર રોપવેમાં બેસવાનો એક લ્હાવો છે ત્યારે રોપ વેમાં બેસીને મા અંબાજીના દર્શન કરવા માટે રોજના હજારો યાત્રિકો આવે છે.

આ સમયે ઉષા બ્રેકો કંપનીએ એક મોટી જાહેરાત કરી છે કે જે લોકોએ વેક્સિન ના બંને ડોઝ પૂરા કર્યા છે તેને વેક્સિનનું સર્ટીફીકેટ જોઈને પ્રથમ ટ્રીપ ફ્રી આપવામાં આવશે.

આ અંગે વધુ માહિતી જોતા દેશમાં સો કરોડ એટલે કે એક અબજ લોકો કોરોનાની રસી લઇ લે ત્યાં સુધી દરરોજ પ્રથમ ટ્રીપ સવારે 7 કલાકમાં સો જેટલા લોકોને આધાર કાર્ડ તપાસીને અંબાજીના દર્શને લઈ જઈ પરત લાવવામાં આવશે.

મિત્રો આવી રીતે વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અને બધા લોકો જલ્દીથી વેક્સિન લઈ લે તે માટે નવી નવી ઓફરો કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવી રહી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.