વીજ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મળશે મફત, આંશિક લોકડાઉન લાગુ, શાળા-કોલેજો બંધ!

300 યુનિટ મફત વીજળી :

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ મોટી જાહેરાત કરી છે.

જેમાં તેમણે કહ્યું છે કે ઘરેલું વીજ ગ્રાહકોને મફત 300 યુનિટ વીજળી આપવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂતોને પણ સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે.

આ ઉપરાંત અગાઉ પણ સમાજવાદી પાર્ટી દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા સાયકલ સવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

અને હવે ફરીથી સમાજવાદી પાર્ટી તરફથી મફત વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું છે.

કડક પ્રતિબંધ લાગુ :

આ ઉપરાંત દેશમાં કોરોનાનો કહેર પણ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પર તેના વિશે ચિંતિત થઈ ગઈ છે.

કોરોનાના કેસને કાબુમાં લેવા માટે સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને હરિયાણા સરકાર તરફથી કોરોનાને નાથવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

હરિયાણા સરકાર દ્વારા પાંચ જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે જેમાં ગુરુગ્રામ, સોનીપત, ફરીદાબાદ, અંબાલા, પંચકુલામાં હરિયાણા સરકારે પ્રતિબંધ જાહેર કર્યા છે.

જિલ્લાઓમાં શાળા-કોલેજ અને થિયેટરો બંધ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો હરિયાણા સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.