વાહ…!! હવે દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર મફત મળશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે અને[ સાથે સાથે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો આવ્યો છે.

ત્યારે સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણય સરકારે કેબિનેટની બેઠકમાં કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગોવા સરકારે કેબિનેટને પ્રથમ બેઠકમાં જ આ પ્રકારનો મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચૂંટણી મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંત એ કેબિનેટની બેઠક દરમિયાન આ મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી એક ટ્વીટ કરીને જાણકારી આપી કે કેબિનેટે નવા નાણાકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન મુજબ ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણી પહેલા ભાજપે વચન આપ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે.

તો મિત્રો જેવી રીતે ગોવામાં ભાજપ સરકાર વર્ષમાં ત્રણ ગેસ સિલિન્ડર મફત આપી રહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપ સરકારે આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.