ભારે કરી / ગાડીની કિંમત 11 લાખ રૂપિયા અને રીપેરીંગનું બિલ આવ્યું 22 લાખ રૂપિયા, જાણો ગ્રાહકે પછી શું કર્યું?

મિત્રો બેંગ્લોરમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે જેમાં એક વ્યક્તિએ પોતાની કારને રીપેરીંગ કરવા માટે સર્વિસ સેન્ટરમાં આપી હતી અને ત્યારબાદ સર્વિસ સેન્ટર પર જે બિલ બન્યું તે રકમ સાંભળીને ગ્રાહક અને કંપની બંને ચોંકી જાય છે.

મિત્રો કાર રીપેરીંગની કોસ્ટ કારની જે અસલ કિંમત છે તેના કરતાં પણ ઊંચી આવી એટલે કે 11 લાખની કારનો રીપેરીંગ ખર્ચ 22 લાખ રુપિયા આવતા ગ્રાહક ભડક્યો.

મળતી માહિતી પ્રમાણે કારના માલિકનું નામ અનિરુદ્ધ ગણેશ છે જે પોતાની 11 લાખની કિંમતવાળી કારને રીપેરીંગ કરવા માટે સર્વિસ સેન્ટર પર આપી હતી ત્યારબાદ રીપેરીંગ સેન્ટરે 22 લાખનું બીલ બનાવ્યું.

મિત્રો અનિરુદ્ધ ગણેશ એમેઝોનમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે અને તે તેની કારમાં થોડી ખરાબી આવતા તેને સર્વિસ સેન્ટર ઉપર મોકલી હતી.

મિત્રો જ્યારે બેંગ્લોરમાં મુશળધાર વરસાદ પડયો હતો ત્યારે અનિરુદ્ધ ગણેશની કારણે ઘણું નુકસાન થયું હતું એટલા માટે તેણે પોતાની કારને રીપેરીંગ કરવા માટે સેન્ટરમાં મોકલી અને સેન્ટર તરફથી અનિરુદ્ધને આ પ્રકાર નું મોટું બિલ પકડાવી દેવામાં આવ્યું.

મિત્રો કારની કિંમત 11 લાખ રૂપિયા હતી પરંતુ રીપેરીંગ સેન્ટરમાંથી 22 લાખનું રીપેરીંગનું બિલ મોકલવામાં આવ્યું હતું.

ત્યારે આ ગ્રાહક દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો પરંતુ સર્વિસ સેન્ટર તેની પાસેથી ડેમેજ કારના દસ્તાવેજો તૈયાર કરવાના બદલામાં 45 હજાર રૂપિયાની માગણી કરી અને આ જોઈને અનિરુદ્ધ ગણેશ ચોંકી ગયો અને ત્યારબાદ તેને વીમા કંપનીનો સંપર્ક કર્યો.

તેમણે કંપની મેનેજમેન્ટને ઇ-મેલ મોકલી તેની સમસ્યાની જાણ કરી ત્યારબાદ કંપનીને ખબર પડી કે બાજી હાથ માંથી જઈ રહી છે ત્યારે આખરે માત્ર 5000 રૂપિયામાં જ ઘટના શાંત કરવામાં આવી.

ત્યારબાદ જ્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર તેની સ્ટોરી શેર કરવામાં આવી ત્યારે ઘણા લોકો કંપની ઉપર ગુસ્સે પણ થયા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.