આ વર્ષ સુધીમાં ખતમ થઈ જશે ભોજન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, આ વસ્તુને કારણે થશે વિશ્વયુદ્ધ!!

મિત્રો દુનિયાભરમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં આખી દુનિયાની વસ્તી સાત અરબ કરતાં પણ વધુ વધી ગઈ છે.

મિત્રો આ બધા લોકોને ખાવા માટેનું અન્ન ધરતી પર સીમિત પેદા થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ ભયાનક ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે 27 વર્ષમાં માણસો પાસે ભોજન સમાપ્ત થઈ જશે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે 24 એપ્રિલ 2022 થી માનવી પાસે માત્ર 27 વર્ષ 251 દિવસ માટેનું ભોજન રહેશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વર્ષ 2050 ની શરૂઆત સુધી માનવી પાસે ખાવા માટે કંઇ પણ નહીં રહે. આ સાથે જ તેમનું કહેવું છે કે ભોજન અને પાણીને લઇને હવે પછીનું વિશ્વ યુદ્ધ થશે.

દુનિયાભરમાં હાલની વસ્તી જોતા પૃથ્વી જેવા બે ગ્રહની જરૂર છે જે વર્તમાન જરૂરિયાતો પૂરી કરી શકે. તેમણે કહ્યું કે લોકોની ભોજનની જરૂરિયાતો પૂરી કરવા માટે ધરતી પાસે સીમિત ક્ષમતા છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો બધા શાકાહારી બની જાય છે તો ધરતી પાસે એટલું અન્ન હશે જેનાથી દુનિયાના લોકોનું પેટ ભરાઈ શકે. તેમણે કહ્યું કે માંસ પ્રાપ્ત કરવા માટે વધારે ભોજનની જરૂર પડે છે અને ભવિષ્યમાં દુનિયામાં જનસંખ્યા વધશે.

વર્ષ 2050 સુધીમાં દુનિયાની આબાદી લગભગ દસ અરબ થઈ જશે. તેમણે જણાવ્યું કે બધા લોકોને ખાવા માટે 2017ની તુલનામાં 70 ટકા વધારે અનાજ જોઈએ છે. ધરતી વધારેમાં વધારે 10 અરબ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ ભોજનની અછત પણ વધી રહી છે. તેમણે જે રીતે વસ્તી વધી રહી છે અને ભોજનની અછત વર્તાઈ રહી છે તેના પરથી રિસર્ચ કર્યું છે અને આંકડામાં જણાવાયું છે કે જેટલું 8000 વર્ષોમાં ભોજન પેદા થયું છે તેના કરતાં વધારે ભોજનની જરૂર 40 વર્ષમાં પડશે.

ડોક્ટર વિલ્સને કહ્યું કે એવી કોઈ સંભાવના નથી કે દરેક માણસ શાકાહારી બની જાય. તેઓ જણાવે છે કે લોકો દરરોજ વધારે ભોજન લઇ રહ્યા છે અને ભોજન વેસ્ટ પણ કરી રહ્યા છે. જો લોકો માસ ખાવાનું બંધ કરી દે તો દુનિયાને સરળતાથી ભોજન મળી શકે છે.

તેમનું એમ પણ કહ્યું છે કે માંસ માટે વધારે ભોજન અને શક્તિનો વપરાશ થાય છે. તેઓ એક ઉદાહરણ આપી ને સમજાવે છે કે મકકાની સરખામણીમાં માંસ પ્રાપ્ત કરવામાં 75 ગણી વધારે શક્તિ લાગશે.

એક અન્ય વૈજ્ઞાનિક પણ જણાવે છે કે દુનિયાભરમાં ભોજનને લઈને આ મોટું સંકટ છે. આ સંકટમાંથી નીકળવા માટે અમારી પાસે કોઈ રસ્તો નથી. તેમને ભવિષ્યમાં ભોજન અને પાણી માટે વિશ્વયુદ્ધની પણ સંભાવના બતાવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.