વરસાદે તાંડવ મચાવ્યું : અતિભારે વરસાદથી 1700 ગામડા પાણીમાં ડૂબ્યા, 8 લોકોના મોત

મિત્રો આસામમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ છે 25 જિલ્લાના 11 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

વરસાદી દુર્ઘટનાઓ અને પૂરથી આસામમાં વધુ આઠ લોકોના મોત થયા છે. 68 હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા અને 1700 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.

મિત્રો આસામના 25 જિલ્લામાં પૂર પ્રકોપ સર્જાયો છે જેને કારણે 1700 જેટલાં ગામડાં પાણીમાં ડૂબી ગયા છે અને 11 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના આંકડા પ્રમાણે 150 આશ્રયગૃહોમાં 68 હજાર લોકને આશરો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેટલાક લોકો પૂરમાં ફસાયેલા છે તેમને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં 46 બચાવ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

મિત્રો આસામ ઉપરાંત મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. ચેરાપુંજીમાં એક જ દિવસમાં 38 ઇંચ વરસાદ પડતા 122 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.

આ ઉપરાંત બે દિવસ પહેલા ચેરાપુંજીમાં 31 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 1901 થી ચેરાપુંજીમાં વરસાદનો રેકોર્ડ નોંધવામાં આવે છે ત્યારથી લઇ અત્યાર સુધીમાં માત્ર બીજી વખત આટલો ધોધમાર વરસાદ એક જ દિવસમાં પડ્યો હતો.

આ ઉપરાંત મિત્રો દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થતાં ગરમીથી રાહત મળી હતી.

આ ઉપરાંત તાપમાન 40 ડિગ્રીથી ગગડીને 22 ડિગ્રી પહોંચ્યું હતું અને કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન 37 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડીશા, તેલંગાના જેવા રાજ્યોમાં પણ ચોમાસાનું આગમન થઇ ગયું છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રસ્તો બ્લોક થઈ ગયો હતો અને રસ્તો બંધ થઇ જતાં હજારો વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.