મોદીનો માસ્ટરપ્લાન / પેટ્રોલ થઈ જશે સાવ સસ્તું, 90ના દશકની યાદ આવી જશે!

મિત્રો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પણ હજુ તેના ભાવમાં વધારો જોવા મળશે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઓટો મોબાઇલ કંપનીઓના ટોચના અધિકારીઓએ વચન આપ્યું છે કે તેઓ છ મહિનાની અંદર ફ્લેક્સ ફયુલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે.

નીતિન ગડકરીએ ET ગ્લોબલ બિઝનેસ સમિટમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા કહ્યું કે સરકાર સાર્વજનિક પરિવહનને 100% સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો દ્વારા ચલાવવાની યોજના ઉપર કામ કરી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મેળવવામાં આવે છે જેનાથી આમિશ્રિત ઈંધણ બને છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ છે.

ઓટો મોબાઇલ કંપનીઓએ વચન આપ્યું છે કે કંપનીઓ ટૂંક સમયમાં ફ્લેક્સ ફયુલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે કે જે એકથી વધારે ઈંધણથી ચાલી શકે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ ભારતમાં મોટાભાગના વાહનો સો ટકા ઇથેનોલ ઉપર ચાલશે.

આ ઉપરાંત સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગ ઉપર કામ કરી રહી છે.

મિત્રો આપણે જાણીએ કે ફ્લેક્સ ઇંધણ શું છે?

ફ્લેક્સ ઇંધણ એ ગેસોલિન અને મિથેનોલ અથવા તો ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક ઇંધણ છે.

મિત્રો આનંદની વાત છે કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ વ્હિલર અને થ્રી વ્હિલર માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

મિત્રો સરકાર દ્વારા જાહેર પરિવહનને સો ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

હાલમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે જેની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તો મિત્રો ટૂંક સમયમાં જ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સ માર્કેટમાં આવી જશે અને આપણે તેના ઉપયોગથી રૂપિયાની ઘણી બધી બચત કરી શકીશું કેમકે આ પ્રકારના વાહનો ઈથેનોલ જેવા ઈંધણથી ચાલશે જે પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.